Rohit Shetty Struggle Story : બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty) આજે 14 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીએ તેના જીવનમાં ઢગલાબંધ મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યા પછી આજે તેઓએ સફળતા હાંસિલ કરી છે.
રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટી ફિલ્મોમાં ખલનાયકના રોલ કરીને સ્ટંટમેન તરીકે કામ કરતા હતા. રોહિત શેટ્ટીની મા રત્ના શેટ્ટી પણ જૂનિયર આર્ટિસ્ટ હતી. રોહિત શેટ્ટી જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું.પિતાના નિધન પછી રોહિત શેટ્ટીના ઘરની સ્થિતિ અતિ ખરાબ થઇ ગઇ હતી. તેમને ઘરનો સામાન વેચી દેવાનો વારો આવ્યો હતો. રોહિત શેટ્ટીના પિતાના મૃત્યુ બાદ ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તેથી તેમને માત્ર 17 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરુ કરી દીધું હતું. એક્શન ગુરુના નામથી મશહૂર રોહિત શેટ્ટીએ ફુલ ઓર કાંટે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે તેમના કરિયરની શરુઆત કરી હતી.

હિન્દી અને કન્નડની અનેક ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. તેઓ જ્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા ત્યારે તબ્બુ અને કાજોલ વગેરે હિરોઈનોની સાડી પ્રેસ કરી આપવાનું કામ પણ રોહિત શેટ્ટી કરતા હતા. આ સાથે અક્ષય કુમારની ફિલ્મ સુહાગમાં રોહિત શેટ્ટીએ બોડી ડબલની પણ ભૂમિકા નિભાવી હતી
રોહિત શેટ્ટીએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, તે સમયે કડી મહેનત કરવા છતા તેઓને માત્ર 35 રૂપિયા જ મળતા હતા. આટલા ઓછા પૈસામાં તેઓને ક્યારેક ખાવાનું છોડવું પડતું હતું તો ક્યારેક ટ્રાવેલ કરવાનું.
આજે અથાક પરિશ્રમ બાદ રોહિત શેટ્ટી કરોડપતિ છે. બોલિવૂડના સફળ નિર્દેશક રોહિત શેટ્ટીને સૌથી પહેલી તક અજય દેવગણને ચમકાવતી ફિલ્મ જમીનમાં મળી હતી. આ ફિલ્મ 2003મા રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી રોહિત શેટ્ટી ફિલ્મ નિર્દેશક બન્યા હતા.
આ પછી 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોલમાલ’થી તેઓની કરિયર ઉંચકાઈ હતી. ત્યારબાદ ગોલમાલ રિટર્ન, સિંઘમ, ગોલમાલ 3, ચેન્નઈ એક્સપ્રેસ જેવી એક પછી એક સફળ ફિલ્મોની હારમાળા સર્જી હતી.
14 માર્ચ 1974ના રોજ જન્મેલા રોહિત શેટ્ટીએ સ્પોટબોયથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક પ્રકારના કામ કરીને પોતાનું ઘર ચલાવવાના પ્રયાસ કર્યા હતા.
રોહિત શેટ્ટી ફિલ્મ નિર્માતા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયાલિટી શો અને જાહેરાતો દ્વારા મબલક કમાણી કરે છે. 2005માં તેણે એક બેંકર માયા મોરે સાથે લગ્ન કરીને પોતાના અંગત જીવનમાં એક નવી સફર શરૂ કરી હતી. તેમને એક પુત્ર છે જેનું નામ ઈશાન રોહિત શેટ્ટી છે.
આ પણ વાંચો : Aamir Khan Birthday : આ છે આમીર ખાનની સુપરહિટ ફિલ્મો, એકથી એક કહાની
રોહિત શેટ્ટીની નેટવર્થ તેની ફિલ્મોની જેમ ફેલાયેલી છે. વર્ષ 2013માં તેની પાસે નવી મુંબઈમાં એક આલીશાન ઘર છે. જેની કિંમત અંદાજે રૂ. 6 કરોડ (7,31,000 યુએસ ડોલર) છે. જુહુમાં, તેઓ એક ભવ્ય 10 માળની ઇમારત ધરાવે છે. રોહિત શેટ્ટી પાસે 2.40 કરોડ રૂપિયાની 2022 રેન્જ રોવર વોગ, 3.00 કરોડ રૂપિયાની 2020 લેમ્બોર્ગિની ઉરુસ, રૂપિયા 5.22 કરોડની કિંમતની 2021 બેન્ટલી કોન્ટિનેંટલ જીટી અને 2022 BMW 7 છે. મળતી માહિતી અનુસાર, રોહિત શેટ્ટીની કુલ નેટવર્છ 300 કરોડ પાર છે. આ આંકડો 2022નો છે.





