Golden Globe 2023, RRR Movie: એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ના ‘નાટૂ નાટૂ ગીત’ (Nattu Nattu song) ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ (Golden Globes 2023) માં બેસ્ટ ઓરિજનલ સોંન્ગનો એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઇએ કે 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં RRRને બે શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’નો સમાવેશ થાય છે.
જૂનિયર એન.ટી.આર, રામચરણ, આલિયા ભટ્ટ સહિત અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘RRR’ની વ્યાપક સફળતા જોઇને એસએસ રાજામૌલીએ મોટો નિર્ણય કર્યો છે. ગોલ્ડન ગ્લોબ્સ સમારોહમાં ઉપસ્થિત ફિલ્મના ડાયરેકટર એસએસ રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલ બનાવવાની મોટી જાહેરાત કરી હતી.
80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023ના સમારોહમાં ઉપસ્થિત ફિલ્મ મેકર રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રીપ્ટને લઇને તેની પાસે ફેન્ટાસ્ટિક આઇડિયા છે. અને તે પ્રક્રિયા હેઠળ છે.
આ પણ વાંચો:
ધી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં રેડ કાર્પેટ પરથી રાજામૌલીએ જણાવ્યું હતું કે, જયારે ફિલ્મ ‘આરઆરઆર’ રિલીઝ થઇ અને તેને ખુબ જ આવકાર મળ્યો ત્યારે જ અમે ફિલ્મની સિકવલ બનાવવાનું વિચારી લીધું હતું. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું હતું કે, સિકવલ માટે અમારી પાસે કેટલાક સારા આઇડીયા હતા પણ આકર્ષક નહોતા. પરંતુ વિદેશમાં ફિલ્મને આવકાર મળ્યાના કેટલાક અઠવાડીયા બાદ જયારે મેં મારા પિતા અને મારા કઝીન (કે જેઓ ફિલ્મની રાઇટીંગ ટીમનો ભાગ છે) ચર્ચા કરી તો એક ફેન્ટાસ્ટિક આઇડિયા ફિલ્મની સિકવલ માટે મળી ગયો હતો, અને તુરંત અમે તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ જયાં સુધી સ્ક્રીપ્ટ તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે સિકવલ વિષે વધુ વાત નહીં કરી શકીએ. પણ અમે સિકવલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એસએસ રાજામૌલીની આ મોટી જાહેરાત બાદ સવાલ એ ઉભો થાય છે કે, સિકવલની સ્ટાર કાસ્ટમાં કોઇ ફેરફરાર થશે કે નહીં?