Rubina Dialaik : રૂબીના દિલેક લગ્નના 5 વર્ષ પછી માતા બનશે, આ કારણે ખુશખબર છુપાવી રાખી છે?

Rubina Dialaik Pregnant : ટેલિવૂડનો જાણીતો ચહેરો રૂબીના દિલેક પોતાની હોટ અદાઓ અને દામદાર એક્ટિંગને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ અંગે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તે પ્રેંગનેંટ છે. કદાચ ફેન્સને એવો પ્રશ્ન થતો હશે કે કેમ એક્ટ્રેસ આ ખુશખબર તેમની સાથે શેર કરી રહ્યા નથી?

Rubina Dialaik Pregnant : ટેલિવૂડનો જાણીતો ચહેરો રૂબીના દિલેક પોતાની હોટ અદાઓ અને દામદાર એક્ટિંગને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ અંગે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તે પ્રેંગનેંટ છે. કદાચ ફેન્સને એવો પ્રશ્ન થતો હશે કે કેમ એક્ટ્રેસ આ ખુશખબર તેમની સાથે શેર કરી રહ્યા નથી?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Rubina Dialaik| Rubina Dialaik pregnant| Rubina Dialaik age| Rubina Dialaik Husband

Rubina Dialaik : રૂબીના દિલેક ફાઇલ તસવીર

Rubina Dialaik News : ટેલિવૂડનો જાણીતો ચહેરો રૂબીના દિલેક પોતાની હોટ અદાઓ અને દામદાર એક્ટિંગને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ અંગે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તે પ્રેંગનેંટ છે. આ વાતમાં કેટલી સત્યતા છે અને જો ખરેખર એક્ટ્રેસ ગર્ભવતી છે તો કેમ આ બાબત છુપાવી છે તે વિષે વાંચો.

Advertisment

હકીકતમાં રૂબીના દિલેકે થોડા દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય રહ્યો હતો. આ પછી એક્ટ્રેસ 4 મહિનાની ગર્ભવતી હોવાની અટકળો તેજ થઇ હતી. અભિનવ શુકલા અને રૂબીના ટૂંક સમયમાં તેના પહેલા બાળકનું સ્વાગત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક્ટ્રેસે પોતે આ સમાચારને કન્ફર્મ કર્યા છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર, રૂબીના અને અભિનવ તેના પહેલા બેબીનું વર્ષ 2024ના પ્રારંભમાં સ્વાગત કરશે. હાલમાં રૂબીના દિલેક પોતાના આ સ્પેશિયલ ટાઇમિંગનો ભરપૂર આનંદ લઇ રહી છે. કદાચ ફેન્સને એવો પ્રશ્ન થતો હશે કે કેમ એક્ટ્રેસ આ ખુશખબર તેમની સાથે શેર કરી રહ્યા નથી?

Advertisment

રૂબીના દિલેક અને અભિનવ શુકલા પોતાના અંગત જીવનને ખાનગી રાખવા માગે છે. તેથી તેણે આ ગુડન્યૂઝ હજુ સુધી જગજાહેર કર્યા નથી. આ ઉપરાંત એકટ્રેસ લાઇમલાઇટથી દુર રહેવા માટે યૂએસ રવાના થવાની છે.

આ પણ વાંચો : Jawan Trailer | જવાનનું ટ્રેલર : શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું એક્શન અને મનોરંજનથી ભરપૂર ટ્રેલર રિલીઝ, જુઓ ટ્રેલર

સૂત્રના જણાવ્યા અનુસાર, રૂબીના અને અભિનવ તેના જીવનની આ ખાસ ક્ષણ ફેન્સ સાથે શેર કરવાના હતા, પરંતુ હેલ્થ ઇસ્યુને કારણે તે સંભવ નથી. રૂબીના દિલેક અને અભિનવ શુકલા વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને બિગ બોસ 14માં પણ નજર આવ્યા હતા.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ