Rubina Dilaik Car Accident: નાના પડદાની ફેમસ એક્ટ્રેસ અને બિગ બોસ વિનર રૂબીના દિલાઈક હાલમાં કોઈ સીરિયલમાં જોવા મળી નથી. પરંતુ તેના વ્લોગ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે હંમેશા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ દરમિયાન શનિવારે રૂબીનાનો કારનો અકસ્માત થયો છે. તેણીએ તેના ચાહકોને સ્વાસ્થ્ય અપડેટ્સ આપવા માટે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી. જ્યાં તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રુબીનાના અભિનેતા-પતિ અભિનવ શુક્લાએ સોશિયલ મીડિયા પર અકસ્માતમાં સામેલ ગુનેગારોની નિંદા કરી અને તેના ચાહકોને ટ્રાફિક સિગ્નલ જમ્પર્સ વિશે ચેતવણી પણ આપી.
વાસ્તવમાં, રૂબીનાના પતિ અને અભિનેતા અભિનવ શુક્લાએ દરેક સાથે માહિતી શેર કરી છે કે કેવી રીતે તેમની પત્નીની કાર એક મૂર્ખ વ્યક્તિની અજ્ઞાનતાને કારણે અકસ્માતનો ભોગ બની હતી. અભિનવે એક ટ્વિટ શેર કર્યું છે. જેમાં તેનો ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે, અભિનવની જગ્યાએ કોઈ બીજો હોત તો તેને પણ આમ જ ગુસ્સો આવે તે સ્વાભાવિક હતું. પોતાના ટ્વીટ દ્વારા અભિનવે તે તમામ લોકોને ઠપકો આપ્યો છે જેઓ કાર ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરે છે અથવા તો ચાલુ વાહને ફોન પર વાત કરે છે.
રૂબીનાઓ ટ્વીટ કરી પોતાના સ્વાસ્થ વિશે અપડેટ આપતા લખ્યું કે, “મારા માથા અને પીઠના નીચેના ભાગમાં ઈજા થઇ છે, એટલે હું આઘાતમાં હતી. પરંતુ હવે હું બરાબર છું. બેદરકાર ટ્રક ડ્રાઇવર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હું આપ સૌને વિનંતી કરું છું કે, માર્ગો પર સાવધાન રહે, નિયમ આપણી સુરક્ષા માટે છે”.
ઝી ટીવીના શો ‘છોટી બહુ’થી ખ્યાતિ પ્રાપ્ત કરનાર રૂબીનાએ જેની ઔર જુજુ, પુર્નવિવાહ અને શક્તિ જેવા અન્ય શો પણ કર્યા છે. તેણીએ બિગ બોસ 14 જીતી હતી. આ સિવાય રૂબીનાએ ખતરોં કે ખિલાડી 12 અને ઝલક દિખલા જા 10માં પણ ભાગ લીધો હતો. આ દંપતીએ MX પ્લેયર માટે શો Wanderlust એકસાથે હોસ્ટ કર્યો હતો.