Kantara Chapter 1 Poster Out | કાંતારા ચેપ્ટર 1 ની એકટ્રેસ રુકમણી વસંત પોસ્ટર રિલીઝ, ઋષભ શેટ્ટી સાથે જોવા મળશે

કંતારા પ્રકરણ 1 પોસ્ટર રિલીઝ | કાંતારા ચેપ્ટર 1 ઋષભ શેટ્ટી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે જે પોતે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ષ 2022 ની બ્લોકબસ્ટર "કાંતારા" ની પ્રિકવલ છે.

કંતારા પ્રકરણ 1 પોસ્ટર રિલીઝ | કાંતારા ચેપ્ટર 1 ઋષભ શેટ્ટી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે જે પોતે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ષ 2022 ની બ્લોકબસ્ટર "કાંતારા" ની પ્રિકવલ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
કાંતારા ચેપ્ટર 1 પોસ્ટર આઉટ

Kantara Chapter 1 Poster Out

Kantara Chapter 1 Poster Out | હોમ્બલે ફિલ્મ્સે તેની મોસ્ટ અવેટેડ મુવીઝ કાંતારા ચેપ્ટર 1(Kantara Chapter 1) માંથી અભિનેત્રી રુક્મિણી વસંતના પાત્ર કંકાવથી ફર્સ્ટ લુક રિલીઝ (Kanakavathi first look release) કરીને દર્શકોને એક ખાસ ભેટ આપી છે. આ પ્રસંગે ફિલ્મની દુનિયામાં ખાસ કરીને આ સિનેમેટિક દુનિયા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા દર્શકો માટે એક નવો ઉત્સાહ ઉમેર્યો છે.

Advertisment

કાંતારા ચેપ્ટર 1 (Kantara: Chapter 1)

કાંતારા ચેપ્ટર 1 ઋષભ શેટ્ટી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે જે પોતે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ષ 2022 ની બ્લોકબસ્ટર "કાંતારા" ની પ્રિકવલ છે, જેણે સ્ટોરીને તેના મૂળ પકડીને એક નવા સ્તરે લઈ ગઈ અને વિશ્વભરના દર્શકો અને વિવેચકોના દિલ જીતી લીધા હતા. અગાઉ ઋષભ શેટ્ટીનો ફર્સ્ટ લુક તેના જન્મદિવસ પર જાહેર કરવામાં આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

કાંતારા ચેપ્ટર 1 કંકાવથી પહેલો લુક (Kantara Chapter 1 Kanakavathi first look release)

કંકાવથી તરીકે રુક્મિણી વસંતનો પ્રથમ લુક ફિલ્મના પ્રમોશનલ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ઉમેરો કર્યો છે. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવતી નવી અને ભાવનાત્મક સ્ટોરી સાથે દર્શકોને એક અલગ અનુભવ આપવાનું વચન આપે છે. અરવિંદ એસ. કશ્યપ દ્વારા ઉત્તમ સિનેમેટોગ્રાફી કરવામાં આવ્યું છે અને આત્માને સ્પર્શી જાય તેવું મ્યુઝિક બી. અજનીશ લોકનાથ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્માણ વિજય કિરાગંડુર દ્વારા હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

Advertisment

અહાન પાંડે સૈયારાની સફળતા કોને કરી સમર્પિત? અનિત પડ્ડાએ પણ પોસ્ટ શેર કરી, લખ્યું, ‘ મને ડર છે કે..’

કાંતારા ચેપ્ટર 1 રિલીઝ ડેટ (Kantara Chapter 1 Release Date)

કાંતારાકંટારા ચેપ્ટર 1 મુવી 2 ઓક્ટોબર 2025 ના રોજ વિશ્વભરમાં કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ થશે. આજે દેશભરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ માંગવામાં આવી રહ્યા છે, ત્યારે હોમ્બલે ફિલ્મ્સે કંકાવથીના આ યાદગાર પાત્રની પ્રથમ ઝલક રજૂ કરી છે, જે ચોક્કસપણે વિશ્વભરના દર્શકોના હૃદયમાં ઊંડી છાપ છોડી શકે છે, આ મૂવીની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

celebrities મનોરંજન ન્યૂઝ સાઉથ મુવી ન્યૂઝ