Sachin Sanghvi Arrested In Sexual Harassment Case : પ્રખ્યાત બોલિવુડ ગીતકાર અને સંગીતકાર સચિન જીગર જોડીના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં તેના પર 19 વર્ષની યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે સચિને તેની સાથે યૌન શોષણ કર્યું હતું અને તેની ફરિયાદના આરોપ પર પોલીસે સચિન સંઘવીને કસ્ટડીમાં લીધો હતો. જોકે, પાછળી તેને જામીન મળી ગયા હતા.
સચિન અને જીગરની જોડીએ સ્ત્રી થી લઇ સ્ત્રી 2 અને ભેડિયા ઉપરાંત તાજેતરમાં રિલિઝ થયેલી આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મ ‘થિમા’ માટે પણ સંગીત આપ્યું છે.
સચિન જીગર પર ભૂતકાળમાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો, પરંતુ તે સમયે માત્ર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે સમયે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે, યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને સચિન સંઘવીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સચિન કે તેની ટીમ તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.





