/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Saif-Ali-Khan-Race-4.jpg)
Saif Ali Khan : શું રેસ 4 માં સૈફ અલી ખાનનું પુનરાગમન થશે?
Saif Ali Khan : 'રેસ' (Race) મૂવી દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સૈફ અલી ખાન (Saif Ali Khan) ફિલ્મના ચોથા ભાગમાં ફરી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને નિર્માતા રમેશ તૌરાની આ ફિલ્મને લઈને તેઓ કેટલાક સમયથી એકબીજાના સંપર્કમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી ચર્ચા કર્યા બાદ બંને આખરે આ એક્શન-થ્રિલર ફિલ્મની અપકમિંગ સિક્વલ માટે સંમત થયા છે.
રેસ 4 (Race 4) માં સૈફ અલી ખાનનું પુનરાગમન થશે?
રિપોર્ટ અનુસાર ફિલ્મના ત્રીજા ભાગની દર્શકો પર વધુ અસર ન થઈ હોવાથી હવે આ ફ્રેન્ચાઇઝી રીબૂટ કરવામાં આવી રહી છે, જેથી ચાહકો ફિલ્મને નવેસરથી જોવા માટે ઉત્સાહિત થઈ શકે. અબ્બાસ-મસ્તાન દ્વારા દિગ્દર્શિત, રેસ અને રેસ 2 તેમના જોરદાર દ્રશ્યો, અદભૂત સંગીત અને સ્ટોરીમાં અણધાર્યા ટર્ન માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી.
જો કે ત્રીજો ભાગ દર્શકોની અપેક્ષાઓ પર ખરો ન થવાને કારણે હવે ફ્રેન્ચાઇઝીને પુનઃજીવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણી ન્યૂઝ વેબસાઈટ્સમાં છપાયેલા અહેવાલો અનુસાર, રેસ 4ની સ્ક્રિપ્ટિંગ હાલમાં ચાલી રહી છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મની ટીમ સ્ટોરીને ફાઇન-ટ્યુનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી તે ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસ 4 નું નામ 'રેસ રિબૂટ' રાખવામાં આવી શકે છે જેથી સીરિઝને ફરી એકવાર નવા અંદાજમાં દર્શકો સમક્ષ રજૂ કરી શકાય.
આ પણ વાંચો: Raksha Bandhan 2024 : રક્ષાબંધનના નિમિત્તે ભાઈ અને બહેનના અતૂટ સંબંધ પર આધારિત ફિલ્મો જુઓ પરિવાર સાથે
ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત ઘણા મોટા કલાકારો જોવા મળે તેવી શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં મેકર્સ ફિલ્મના સ્ટાર્સને કાસ્ટ કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, નિર્માતાઓએ 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં ફિલ્મનું નિર્માણ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સૈફ અલી ખાન હવે તેલુગુ-ભાષાની એક્શન ડ્રામા મુવી દેવરા પાર્ટ 1 માં જાન્હવી કપૂર અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us