Saif Ali Khan Net Worth : શું સૈફ અલી ખાન ક્યારેય 5,000 કરોડની સંપત્તિ તેના બાળકોના નામે નહીં કરી શકે?

Saif Ali Khan Net Worth : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન રોયલ ફેમિલીમાંથી આવે છે. સૈફ અલી ખાન પટોડી પરિવારના 10માં નવાબ છે. સૈફ અલી ખાન પાસે કેટલાય હજારો કરોડોની સંપત્તિ છે. પરંતુ શું તમે જાણો છો સૈફ અલી ખાન આ સંપત્તિ તેના બાળકો સારા અલી ખાન, ઇબ્રાહિમ, તૈમૂર અને જેહને ક્યારેય નહીં આપી શકે?

Written by mansi bhuva
Updated : August 22, 2023 07:40 IST
Saif Ali Khan Net Worth : શું સૈફ અલી ખાન ક્યારેય 5,000 કરોડની સંપત્તિ તેના બાળકોના નામે નહીં કરી શકે?
Saif Ali Khan : સૈફ અલી ખાન ફાઇલ તસવીર

Saif Ali Khan : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન રોયલ ફેમિલીમાંથી આવે છે. સૈફ અલી ખાન પટોડી પરિવારના 10માં નવાબ છે. તેના પિતાનું નામ મંસૂર અલી ખાન પટોડી છે. પટોડી પરિવારના નવાબ હોવાને પગલે સૈફ અલી ખાન પાસે કેટલાય હજારો કરોડોની સંપત્તિ છે. પરંતુ શું તમે જાણો છો સૈફ અલી ખાન આ સંપત્તિ તેના બાળકો સારા અલી ખાન, ઇબ્રાહિમ, તૈમૂર અને જેહને ક્યારેય નહીં આપી શકે? આ પાછળનું કારણ જાણવા વાંચો આ સંપૂર્ણ અહેવાલ.

મીડિયા અહેવાલ અનુસાર, સૈફ અલી ખાન લગભગ 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. જેમાં હરિયાણાના પટોડી પેલેસ સિવાય મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટી છે. જે સૈફ અલી ખાન તેના બાળકોના નામે ક્યારેય નહીં કરી શકે.

હકીકતમાં સૈફ અલી ખાનનો વૈભવી પટોડી પેલેસ 1968ના એનિમી ડિસ્પયુટ એક્ટ હેઠળ આવે છે. આ પ્રકારની પ્રોપર્ટી પર કોઇ વ્યક્તિ કાયદેસર હક જમાવી શકતું નથી. આ કાયદા અનુસાર,જે લોકો અલગ કે 1965 અને 1971ની લડાઇ પછી પાકિસ્તાન સ્થળાંતર થયા અને ત્યાંની નાગરિકતા લઇ લીધી હતી તેમની બધી સંપત્તિ એનિમી ડિસ્પયુટ પ્રોપર્ટી ઘોષિત કરી દેવામાં આવી હતી.

મીડિયા અહેવાલ પ્રમાણે, જો કોઇ વ્યક્તિ આવી પ્રોપર્ટી પર પોતાનો હક ઇચ્છતો હોય તો તે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને પ્રેસીડેંટ ઓફ ઇન્ડિયાના શરણે જઇ શકે છે. પરંતુ આ મામલે કોઇ પણ એક્શન લેવા ઘણા મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પરદાદા હમીદુલ્લાહ ખાન બ્રિટિશ શાસન દરમિયાન નવાબ હતા. તે તેની સંપત્તિનું વસિયત નામુ બનાવી શક્યા ન હતા. જેને પગલે સૈફ અલી ખાનને આ પ્રોપર્ટી પર કાયદેસર હક જમાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Express Adda : કરણ જોહરે પોતાના અંગત જીવનના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો, કહ્યું…’મને કોઇ ફર્ક પડતો નથી’

જો સૈફ અલી ખાન આ સંપત્તિ તેના બાળકોના નામે ટ્રાંસફર કરવાનો પ્રયત્ન કરશે તો પટોડી પરિવાર ખાસ કરીને પાકિસ્તાનમાં તેની પરદાદીના વંશજ આ મામલે વિવાદ ઉભો કરે તેવી સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ