Saif Ali Khan Stabbed Case : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે તેના ઘરે એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિનેતાને 6 જગ્યાએ ઇજા થઇ હતી, જેમાંથી બે ખૂબ જ ગંભીર હતા. પરંતુ અભિનેતાને યોગ્ય સમયે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને હવે અભિનેતા ખતરાથી બહાર છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જણાવવામાં આવ્યું કે સૈફ અલી ખાનને કારથી નહીં પરંતુ રિક્ષા દ્વારા લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તે રિક્ષા ડ્રાઈવરનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાએ ઘટનાના દિવસની આખી કહાની જણાવી છે. ડ્રાઇવરે જણાવ્યું કે કેવી રીતે રિક્ષાને રોકવામાં આવી અને લોહીથી લથપથ એક વ્યક્તિ બહાર આવ્યો હતો.
સૈફ અલી ખાન સાથે હતા ઘણા લોકો
વીડિયોમાં ઓટો ડ્રાઇવરને એમ કહેતા સાંભળી શકાય છે કે મારું નામ ભજન સિંહ રાણા છે. લગભગ 2-3 વાગ્યાનો સમય હતો, મેં જોયું કે એક મહિલા ઓટો બોલાવી રહી છે. દરવાજાની અંદરથી પણ રિક્ષા-રિક્ષાના અવાજ આવી રહ્યા હતા. આ પછી જેવો મેં યુ-ટર્ન લીધો અને કારને ગેટ પર મૂકી દીધી. પછી એક વ્યક્તિ ગેટની બહાર આવે છે લોહીથી લથપથ હોય છે.
આ પણ વાંચો – સૈફ અલી ખાન પર હુમલા સાથે જોડાયેલા 5 સવાલ, જેનો જવાબ નથી મળ્યો
તેમણે વધુમાં કહ્યું કે તે વ્યક્તિ સાથે 2-4 અન્ય લોકો પણ હતા. ત્યારબાદ તેમને રિક્ષામાં બેસાડવામાં આવે છે. આ પછી મેં તેમને પૂછ્યું કે ક્યાં જવું છે, લીલાવતી જવું છે કે હોલી ફેમિલી. તેમણે મને લીલાવતી જવાનું કહ્યું હતું. મેં તેમને ત્યાં છોડી દીધા. પછી મને ખબર પડી કે તે સૈફ અલી ખાન છે.
સૈફ અલી ખાનની ગરદન અને પીઠમાંથી લોહી નીકળતું હતું
મેં જોયું કે તેની ગરદન અને પીઠમાંથી લોહી નીકળતું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને હજુ સુધી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી. સાથે જ એબીપી સાથે વાત કરતા ડ્રાઈવરે કહ્યું હતું કે એક્ટર પોતે ઓટોમાંથી ઉતરીને જતો રહ્યો હતો. તે ત્રણ લોકો હતા અને તેઓએ તેમની પાસેથી કોઈ ભાડુ લીધું ન હતું.





