/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Saiyaara-Box-Office-Collection-Day-3.jpg)
Saiyaara Box Office Collection Day 3
Saiyaara Box Office Collection Day 3 । અહાન પાંડે (Ahaan Panday) અને અનીત પડ્ડા (Aneet Padda) ની પહેલી ફિલ્મ સૈયારા (Saiyaraa) એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. રવિવારે, ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું છે, જેના કારણે ફિલ્મ 100 કરોડના આંકડાની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ પહેલા સપ્તાહના અંતે ફિલ્મનું બમ્પર કલેક્શન જોવા મળ્યું હતું.
સૈયારા (Saiyaraa) મુવી કલેકશન પહેલા સરેરાશ, પછી વધુ અને હવે ત્રીજા દિવસેએ ઘણું વધારે કલેક્શન જોયું છે, જેના કારણે સ્પષ્ટ છે કે અહાન પાંડે અને અનીત પડ્ડાની શરૂઆત સફળ સાબિત થઈ રહી છે.
સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Saiyaara Box Office Collection Day 3)
જો આપણે બોક્સ ઓફિસ ટ્રેકર સકનિલ્કના શરૂઆતના આંકડાઓ પર નજર કરીએ તો, ફિલ્મે પહેલા દિવસે 21 કરોડની કમાણી કરી હતી, ત્યારબાદ બીજા દિવસે કમાણી 25 કરોડ સુધી પહોંચી ગઈ. ત્રીજા દિવસે એટલે કે રવિવારે આ આંકડો 37 કરોડ પર પહોંચી ગયો, જેના કારણે અહાન પાંડેની ફિલ્મ સૈયારાએ રિલીઝ થયા પછીના પહેલા સપ્તાહના અંતે 83 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મ 100 કરોડની કમાણીથી માત્ર 17 કરોડ દૂર છે.
સૈયારાએ વિશ્વવ્યાપી કમાણીના આ આંકડો પાર કરી લીધો છે કારણ કે જ્યારે વિશ્વવ્યાપી કમાણી બે દિવસમાં 64 કરોડ સુધી પહોંચી ગઈ હતી, ત્યારે ત્રીજા દિવસની કમાણી સાથે તે 100 કરોડને પાર કરે તેવી અપેક્ષા છે.
સૈયારા ટ્રેલર (Saiyaara Trailer)
સૈયારા મુવી (Saiyaraa Movie)
સૈયારા માં અહાન પાંડે 'કૃષ કપૂર' ની ભૂમિકા ભજવી રહ્યો છે, જે એક ગુસ્સાવાળો પણ પ્રતિભાશાળી સિંગર છે. તેના અવાજમાં એક અલગ જ લાગણી છે. એક દિવસ તે વાણી બત્રા નામની છોકરીને મળે છે, જેનું પાત્ર અનિત પડ્ડા ભજવે છે. તે એક શાંત અને પ્રખ્યાત લેખિકા છે. જ્યારે સ્ટોરીમાં સૂર અને શબ્દો મળે છે, ત્યારે એક જાદુઈ લવ સ્ટોરી શરૂ થાય છે. આ ફિલ્મ 18 જુલાઈના રોજ રિલીઝ થઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us