Saiyaara Box Office Collection Day 8 । સૈયારા વિકેન્ડ પર સારી કમાણી કરી શકે, આટલા બજેટમાં બની છે અહાન પાંડે ની મુવી

સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 8 મૂવી બજેટ | સૈયારા ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરવાથી થોડી દૂર છે. તે જ સમયે, સૈયારા વિકેન્ડ પર સારું કલેક્શન કરશે. અહીં જાણો સૈયારાનું બજેટ કેટલું છે અને ફિલ્મે બજેટમાંથી કેટલી કમાણી કરી છે.

Written by shivani chauhan
July 26, 2025 15:16 IST
Saiyaara Box Office Collection Day 8 । સૈયારા વિકેન્ડ પર સારી કમાણી કરી શકે, આટલા બજેટમાં બની છે અહાન પાંડે ની મુવી
Saiyaara Box Office Collection Day 8

Saiyaara Box Office Collection Day 8 | વર્ષ 2025 ની મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સૈયારા (Saiyaara) નો ક્રેઝ દર્શકોમાં ચરમસીમાએ છે. મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) ની જોડીને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જ્યારે સૈયારાએ વિશ્વભરમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

સૈયારા ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરવાથી થોડી દૂર છે. તે જ સમયે, સૈયારા વિકેન્ડ પર સારું કલેક્શન કરશે. અહીં જાણો સૈયારાનું બજેટ કેટલું છે અને ફિલ્મે બજેટમાંથી કેટલી કમાણી કરી છે.

સૈયારા મુવી બજેટ (Saiyaara Movie Budget)

મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’ 30 થી 40 કરોડના બજેટમાં બની છે. જ્યારે 8 દિવસમાં આ ફિલ્મે ભારતમાં 190.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે વિશ્વભરમાં ફિલ્મનું કલેક્શન 250.5 કરોડને પાર કરી ગયું છે. એટલું જ નહીં ‘સૈયારા’નું ભારતમાં કુલ કલેક્શન 207 કરોડ રૂપિયા છે. આ કારણે, ‘સૈયારા’એ અત્યાર સુધી તેના બજેટ કરતાં પાંચ ગણી વધુ કમાણી કરી છે.

સૈયારા બોક્સ ઓફિસ કલેકશન દિવસ 8 (Saiyaara Box Office Collection Day 8)

બોક્સ ઓફિસ ટ્રેકર સકનિલ્કના ડેટા અનુસાર, અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મે પહેલા દિવસે 21.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે આ આંકડો 26 કરોડ પર પહોંચ્યો હતો. જ્યારે ત્રીજા દિવસે સૈય્યારાની કમાણી 35.75 કરોડ થઈ ગઈ હતી. ત્યારબાદ, ફિલ્મે ચોથા દિવસે 24 કરોડ, પાંચમા દિવસે 25 કરોડ, છઠ્ઠા દિવસે 21.5 કરોડ, સાતમા દિવસે 19 કરોડ અને આઠમા દિવસે 18 કરોડની કમાણી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ