સૈયારા અભિનેત્રી અનીત પડ્ડા પહેલીવાર જાહેરમાં આવી અને વિવાદમાં સપડાઇ!

Saiyaara actress aneet padda controversy: સૈયારા મુવી અભિનેત્રી અનીત પડ્ડા ફિલ્મની સફળતા પછી પહેલીવાર જાહેરમાં આવી અને વિવાદમાં સપડાઇ. જોકે ચાહકોએ ટ્રોલ્સ સામે તેનો બચાવ કર્યો અને કહ્યું કે, તે કેમેરાથી ટેવાયેલી નથી.

Saiyaara actress aneet padda controversy: સૈયારા મુવી અભિનેત્રી અનીત પડ્ડા ફિલ્મની સફળતા પછી પહેલીવાર જાહેરમાં આવી અને વિવાદમાં સપડાઇ. જોકે ચાહકોએ ટ્રોલ્સ સામે તેનો બચાવ કર્યો અને કહ્યું કે, તે કેમેરાથી ટેવાયેલી નથી.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Aneet Padda Saiyaara Movie Actress | અનીત પડ્ડા સૈયારા મુવી અભિનેત્રી

Aneet Padda: અનીત પડ્ડા સૈયારા અભિનેત્રી સેલ્ફી વિવાદમાં સપડાઇ (ફોટો સોશિયલ)

Saiyaara Actress Aneet Padda: બોક્સ ઓફિસ પર સ્વપ્ન સમાન કમાણી અને દર્શકોનો ભારે પ્રેમ મળતાં સૈયારા ફિલ્મ સફળતાના શિખર સર કરી રહી છે. સૈયારા મુવીના નવોદિત કલાકારો અનીત પડ્ડા અને અહાન પાંડે રાતોરાત સ્ટાર બની ગયા છે. ખીચોખીચ ભરેલા થિયેટરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેનાથી ફિલ્મની ચર્ચા વધુ ગરમ થઈ ગઈ છે. તેમના નવા સ્ટારડમે તેમને પાપારાઝી રડાર પર પણ મૂક્યા છે, જેઓ હવે મુંબઈમાં બહાર નીકળતી વખતે દર વખતે ફોટા માટે સ્ટાર્સ સામે ભીડ કરે છે.

Advertisment

સૈયારા ફિલ્મની સફળતા બાદ અભિનેત્રી અનીત પડ્ડા પહેલીવાર જાહેરમાં આવી અને વિવાદમાં સપડાઇ ગઇ. તાજેતરમાં, ફોટોગ્રાફરોનો એક સમુહ અનીત પડ્ડા તેના સલૂનની બહાર આવે એની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તે સ્પષ્ટપણે આશ્ચર્યચકિત થઈ ગઈ.

માસ્કથી ચહેરો ઢાંકેલી આ અભિનેત્રી ભીડમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગઈ. તેણીએ કેઝ્યુઅલ કપડાં પહેર્યો હતો, વાદળી ડેનિમ અને મેચિંગ શર્ટ પહેર્યો હતો. જોકે, વિડિઓમાંથી એક ક્ષણ ચાહકોમાં વિવાદનો વિષય બની ગઈ.

એક ચાહકે જ્યારે તેણીને સલૂનની બહાર નીકળતી વખતે સેલ્ફી માટે પૂછ્યું, ત્યારે 22 વર્ષીય યુવતીએ નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો. જ્યારે કેટલાક લોકોએ તેણીને ઘમંડી ગણાવી, તો કેટલાક લોકોએ તેણીને એક નવોદિત અભિનેત્રી તરીકે બચાવ કર્યો જે હજુ પણ સ્પોટલાઇટમાં એડજસ્ટ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પછી તેણીની પહેલીવાર આ રીતે જાહેરમાં સ્પોટ થઇ હતી. તેણી એક મિત્ર સાથે સલૂનની મુલાકાત લેતી જોવા મળી હતી.

Advertisment
https://www.instagram.com/p/DMdGfJay2GV

આ ઘટનાને પગલે અનીતના નવા ચાહકો તેના બચાવમાં આવ્યા. એક યુઝરે લખ્યું, તે કેમેરા અને પાપારાઝીથી ટેવાયેલી નથી, ચાલો તેને થોડો સમય આપીએ. ઉપરાંત, YRF એ તેમને કોઈપણ મીડિયા વાતચીતથી પ્રતિબંધિત કર્યા છે.” બીજા એક ચાહકે ટિપ્પણી કરી, “આ તેણીની પહેલી વાર છે, મિત્રો… તે આની ટેવાયેલી નથી. નેપો બાળકોને વર્ષોની મીડિયા તાલીમ મળે છે અને શાયાદ વો નર્વસ હોગી.

સૈયારા મુવી બોક્સ ઓફિસ કલેકશન

સૈયારા રિલીઝ થયા પછીથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે સિકંદર, કેસરી, જાટ અને અન્ય જેવી મોટી ફિલ્મોના કલેક્શનને પાછળ છોડી દીધું છે. રિલીઝના માત્ર છ દિવસમાં જ તેણે 153.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે . જોરદાર વર્ડ-ઓફ-માઉથ ઉપરાંત, આલિયા ભટ્ટ , શ્રદ્ધા કપૂર , વરુણ ધવન અને રણવીર સિંહ સહિત અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને સમર્થન આપ્યા પછી ફિલ્મને ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે.

મોહિત સુરી દિગ્દર્શક તરીકે ફરી સફળ

આ રોમાંસ ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ એક વિલન, આશિકી 2 અને અન્ય જેવી લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. આ ફિલ્મને યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

બોલિવૂડ હંગામા સાથેની અગાઉની વાતચીતમાં, મોહિત સુરીએ ખુલાસો કર્યો હતો કે તેમણે અનીતને આ ભૂમિકા માટે પસંદ કરી કારણ કે તેઓ એક યુવાન છોકરી ઇચ્છતા હતા જે કોઈ પણ પ્રકારની અડચણ ન અનુભવે અને કુદરતી દેખાય.

સૈયારા મુવી બોક્સ ઓફિસ પર કમાલ કરી, વાંચો

તેમણે કહ્યું, "જો હું યોગ્ય ન લાગતો હોય તો મને માફ કરશો, પરંતુ એક વાત ખૂબ જ જરુરી હતી કે હું 20-22 વર્ષની છોકરી ઇચ્છતો હતો જેણે આજના યુગમાં પોતાના ચહેરા કે શરીર પર કોઈ કોસ્મેટોલોજીકલ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ન કર્યો હોય. તે એક મોટી જરૂરિયાત હતી."

celebrities મનોરંજન ન્યૂઝ અનિત પડ્ડા વિવાદ