અહાન પાંડે સૈયારાની સફળતા કોને કરી સમર્પિત? અનિત પડ્ડાએ પણ પોસ્ટ શેર કરી, લખ્યું, ‘ મને ડર છે કે..’

સૈયારા સ્ટાર્સ અહાન પાંડે અને અનિત પડ્ડાએ ફિલ્મના ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તેમણે તેની નવી ખ્યાતિ માટે પ્રેમ વ્યક્ત કરતા લાંબી નોટ્સ સોશિયલ મીડિયા પર લખી છે,

Written by shivani chauhan
August 07, 2025 14:55 IST
અહાન પાંડે સૈયારાની સફળતા કોને કરી સમર્પિત? અનિત પડ્ડાએ પણ પોસ્ટ શેર કરી, લખ્યું, ‘ મને ડર છે કે..’
saiyaara star Ahaan Panday Aneet Padda latest post

Saiyaara Stars Ahaan Panday Aneet Padda Lastst Post | અનિત પડ્ડા (Aneet Padda) અને અહાન પાંડે (Ahaan Panday) એ સૈયારા (saiyaara) ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. તેમણે વર્ષ 2000 માં ઋતિક રોશનના ડેબ્યૂ બાદ નવા કલાકારોમાં સ્ટારડમ હાંસલ કર્યું છે. હવે જ્યારે ફિલ્મે વૈશ્વિક સ્તરે 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, ત્યારે અહાન અને અનિત પડ્ડા સોશિયલ મીડિયા પર તેમના ચાહકોનો આભાર માનતી એક નોંધ શેર કરી છે. અહીં જુઓ

બંને કલાકારોએ ફિલ્મના ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તેમણે તેની નવી ખ્યાતિ માટે પ્રેમ વ્યક્ત કરતા લાંબી નોટ્સ પણ લખી છે,

અહાને તેની સફળતા તેની સ્વર્ગસ્થ દાદી સ્નેહલતા પાંડેને સમર્પિત કરી છે. “ મને ખબર હતી, તારાઓ વચ્ચે, એક એકલો તારો મારી દાદી, તે મારા પર સ્મિત કરશે,”

અહાન પાંડે અને અનિત પડ્ડાએ ચાહકોને આભર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી

તેણે પોતાના ચાહકો માટે પણ લખ્યું, “મને ખબર નથી કે મારા માટે હવે શું હશે પણ હું જાણું છું કે આ ક્ષણે હું પ્રેમ અનુભવું છું, હું તમારા દરેક માટે અનુભવું છું, અને હું તેને હંમેશા અનુભવતો રહીશ. હું બમણી મહેનત કરવાનું, વધુ સારો બનવાનું અને તમારા બધા માટે આ કરવાનું વચન આપું છું, પણ મારામાં રહેલા બાળક માટે પણ કરું છું, તે બાળક જેના બે ડાબા પગ હતા. સ્ટેજ પર જતા પહેલા જે બાળક ગભરાઈ જતું હતું, તે બાળક જેને હંમેશા કહેવામાં આવતું હતું કે તે આ કરી શકતો નથી, આપણા બધામાં તે બાળક છે. મને આશા છે કે તમે બધા તે બાળકને ખુશ કરતા રહેશો કારણ કે તમારામાં રહેલું બાળક તે બધાને લાયક છે, આ ચમત્કાર માટે આભાર, હું ઈચ્છું છું કે હું તમારા દરેકને ગળે લગાવી શકું.

અનિત પડ્ડાએ પણ તેના સોશિયલ મીડિયા પર એક ખાસ નોટ શેર કરી અને તેના ચાહકોનો આભાર માન્યો હતો. ‘ હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ કરું છું. હું તમને ઓળખતી નથી. પણ હું જાણું છું કે હું તમને પ્રેમ કરું છું. તમે મને જે પ્રેમ આપ્યો છે તે મારા હૃદયમાં ભારે થઈ ગયો છે, અને મને ખબર નથી કે તેને પાછું આપવા સિવાય શું કરવું.’

અનિત પડ્ડાએ નોટમાં આગળ લખ્યું કે, ‘મને ડર છે કે આગળ શું થશે, ડર છે કે હું પૂરતું કરી શકીશ કે નહિ, પરંતુ મારી પાસે જે કંઈ છે, મારો નાનામાં નાનો અંશ પણ, હું તેને ત્યાં મૂકી દઈશ. જો તે તમને હસાવે, કે રડાવે, અથવા કંઈક યાદ કરાવે જે તમે વિચાર્યું હતું કે તમે ભૂલી ગયા છો, જો તે તમને થોડું ઓછું એકલું અનુભવ કરાવે – તો કદાચ તે જ માટે હું અહીં છું. અને હું પ્રયાસ કરતી રહીશ. અપૂર્ણ પણ મારી પાસે જે કંઈ છે તેની સાથે હું પ્રયાસ કરીશ. કારણ કે હું તમને બધાને પ્રેમ કરું છું.’

ધડક 2 અને સન ઓફ સરદાર 2 ને પાછળ છોડી દીધી, સૈયારા ત્રીજા અઠવાડિયામાં પણ કમાણીમાં આગળ

સૈયારા મુવી (Saiyaara Movie)

સૈયારાએ સ્થાનિક બજારમાં ₹ 300 કરોડથી વધુની કમાણી કરી છે, અને વૈશ્વિક સ્તરે આ ફિલ્મ ₹ 500 કરોડને વટાવી ગઈ છે. તે હવે વર્ષની બીજી સૌથી સફળ હિન્દી ફિલ્મ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ