/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/sajid-khan-birthday.jpg)
વાંચો સાજીદ ખાન વિશે અજાણી વાતો
Sajid Khan Birthday : બોલિવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજીદ ખાન માટે આજનો દિવસ ખાસ છે. આજે 22 નવેમ્બરે સાજીદ ખાન તેનો 53મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. સાજીદ ખાનના અંગત જીવન વિશે વાત કરીએ તો તે નિર્દેશકની સાથે અભિનેતા, કોમેડિયન અને એન્કર પણ છે. સાજીદ ખાનનું જીવન સંધર્ષથી ભરેલું છે.
સાજીદ ખાનનો જન્મ 23 નવેમ્બર 1971માં મુંબઇમાં થયો હતો. 6 વર્ષની ઉંમરમાં સાજીદ ખાનના માતા-પિતા અલગ થતા તેને મોટો આઘત લાગ્યો હતો. ત્યારબાદ બીજો મોટો આઘાત સાજીદ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અકાળે મૃત્યું થવાથી લાગ્યો હતો. પિતાના અવસાન સમયે સાજીદ ખાન પાસે માત્ર 30 રૂપિયા જ હતા.જે બાદ ફિલ્મમેકરે 300 રૂપિયા માટે 15 વર્ષની ઉંમરે ડાંસ બારમાં ડાન્સ કરવાનું શરૂ કર્યુ હતુ. જે અંગે સાજીદ ખાને બિગ બોસમાં ખુલાસો કર્યો છે.
સાજીદ ખાનનું બાળપણ ગરીબી અને મુશ્કેલીભર્યા હાલતમાં પસાર થયું છે.જેને પગલે સાજીદ ખાન 10 વર્ષની ઉંમરમાં ક્રાઇમ તરફ આગળ વધ્યો હતો.તેને ચોલના બાળકોની ગેંગ સાથે મળીને ચોરી કરવાની કુટેવ પડી ગઇ હતી. આ સાથે સાજીદ ખાને જણાવ્યું હતુ કે, એકવાર તેને કઝિન ફરહાન અખતરના ધરેથી સૂઝ અને નિકોનનો કેમેરો ચોરી કર્યો હતો. જોકે ચોરી કરતા પકડાઇ જવાથી સ્વીકારી લીધું હતું. ત્યારબાદ પરિજનો સાજીદ ખાનને પોલીસ મથકે લઇ ગયા હતા. તમને જણાવી દઇએ તે સાજીદ ખાન અભ્યાસમાં નબળો હતો. ધો.10માં તે ત્રણવાર નાપાસ થયો છે. જોકે તેને હાર માન્યા ડાયેરેક્ટર બનાવાનું સપનું હકીકતમાં ફેરવ્યું.
સાજિદ ખાને પોતાના કરિયરમાં અત્યાર સુધી 6 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. પરંતુ તેમાંથી બે એવી ફિલ્મો બનાવી કે જેને જોયા બાદ લોકો ચકરાવે ચડી ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ હિમ્મવાલા અને હમશકલ્સ વિશે જે વર્ષ 2013 અને 2014માં રિલીઝ થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us