Salaar Box Office Collection Day 11 : ન્યૂ યર પર પ્રભાસની ધૂમ, સાલારએ 11માં દિવસે કરી બંપર કમાણી, ફિલ્મ 600 કરોડને પાર

Salaar Box Office Collection Day 11 : પ્રભાસ સ્ટારર 'સાલાર' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 22 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મ સાલાર વિશ્વભરમાં ઓછામાં ઓછા રૂ. 400 કરોડને પાર કરી ગઈ હતી. ત્યારે સાલારનું 11માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. આ સાથે પ્રભાસના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે.

Salaar Box Office Collection Day 11 : પ્રભાસ સ્ટારર 'સાલાર' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 22 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મ સાલાર વિશ્વભરમાં ઓછામાં ઓછા રૂ. 400 કરોડને પાર કરી ગઈ હતી. ત્યારે સાલારનું 11માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. આ સાથે પ્રભાસના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Salaar | Salaar Box Office Collection Day 11 | Salaar Collection | Prabhas | Prabhas New Movie

જાણો પ્રભાસ સ્ટારર સાલારની સ્ટાર કાસ્ટની ફી

Salaar Box Office Collection Day 11 : એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ સાલારે બોક્સ ઓફિસ પર દબદબો કાયમ રાખ્યો છે. જો કે પ્રથમ વીકએન્ડ પછી, સાલારની કમાણી થોડી ઘટી છે, પરંતુ તે અટકી નથી. તેની રિલીઝના ત્રણ દિવસમાં, સાલાર વિશ્વભરમાં ઓછામાં ઓછા રૂ. 400 કરોડને પાર કરી ગઈ હતી. ત્યારે સાલાર 10 દિવસમાં 600 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે.

Advertisment

સાલારને વીકેન્ડ અને ન્યૂયરનો ખુબ ફાયદો મળ્યો છે. સાલારના બીજા સોમવારનું એટલે કે 11માં દિવસનું કલેક્શન સામે આવી ગયું છે. સેકનિકલ્કના અર્લી ટ્રેંડ અહેવાલ અનુસાર, સાલારએ બીજા સોમવારે 15.50 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ભારતમાં 360.77 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે વૈશ્વિક સ્તરે સાલાર કુલ 625 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. આ આંકડો રણબીર કપૂરની એનિમલથી માત્ર 265 કરોડથી થોડા જ અંતરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભાસ એવો સાઉથ એક્ટર બની ગયો છે જેની ત્રણ ફિલ્મો 600 કરોડથી વધુની કમાણી કરી હોય. જેમાં બાહુબલી પ્રથમ સ્થાન પર જેને વિશ્વભરમાં 650 કરોડની કમાણી કરી હતી. તો બીજા સ્થાન પર બાહુબલી 2 છે, જેને 1,788 કરોડનું કલેક્શન કર્યું હતું.

બોક્સઓફિસ પર તાજેતરમાં સફળ થયેલી ફિલ્મ એનિમલ અને સાલારમાં ભરપૂર હિંસક દૃશ્યો છે. ફિલ્મોમાં હિંસક દૃશ્યો અંગે વાત કરતાં ‘સાલાર’ના વિલન પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મ મેકર્સને ક્રીએટિવ ફ્રિડમ આપવા ભલામણ કરી હતી.

Advertisment
https://www.instagram.com/p/C1e0_9qvxVN/

આ પણ વાંચો : કપિલ શર્માને ‘હાર્ટ અટેક પરાઠા’ ખવડાવનાર સામે કેસ દાખલ, બંઘ રૂમમાં મારઝૂડ કરવાનો આક્ષેપ, જાણો સમગ્ર મામલો

લોહિયાળ દૃશ્યો અને ક્રૂર હત્યા ધરાવતી ગેમ ઓફ થ્રોન્સ સાથે પૃથ્વીરાજે સરખામણી કરતાં કહ્યું હતું કે, આ ગેમની જેમ ‘સાલાર’નું કન્ટેન્ટ તીવ્ર હોઈ શકે છે, પરંતુ થીયેટરમાં તેને જોવાના અનુભવ અંગે ઓડિયન્સની ક્ષમતા અંગે ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ‘સાલાર’માં ફિલ્મની સ્ટોરી માટે હિંસા જરૂરી છે અને તેનાથી ડ્રામા એલિમેન્ટ વધે છે. હિંસાના દૃશ્યો દૂર થાય તો ‘સાલાર’માંથી મહત્ત્વનું પાસુ દૂર થઈ જશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities