Salaar Box Office Collection Day 3 : વર્ષ 2023 પ્રભાસ માટે ઘણું સારું સાબિત થયું છે. આ વર્ષે તેની બે ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાંથી એક ‘આદિપુરુષ’ ફ્લોપ સાબિત થઈ હતી. જો કે 22 ડિસેમ્બરે રિલીઝ થયેલી સાલાર લોકોને ખુબ પસંદ આવી રહી છે. સાલાર વિશ્વભરમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારવામાં સફળ રહી છે. સાલારએ ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર મબલખ કમાણી કરી છે. ચાલો જાણીએ ત્રીજા દિવસે કુલ કેટલું બો્કસ ઓફિસ કલેક્શન કર્યું છે.
પ્રભાસની ‘સલાર’ 22 ડિસેમ્બરે હિન્દીની સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ હતી. તેણે શરૂઆતના દિવસે રૂ. 178.7 કરોડનો વિદેશી બિઝનેસ કર્યો હતો, જેની સાથે તે વર્ષ 2023નો સૌથી મોટો ભારતીય ઓપનર બન્યો હતો. બીજા દિવસે એટલે કે શનિવારે પણ ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. બીજા દિવસે તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 295.7 કરોડ હતું. આ પછી ત્રીજા દિવસે એટલે કે રવિવારે પ્રભાસની એક્શન ફિલ્મે પણ 300 કરોડનો આંકડો પાર કર્યો. હવે જો તાજેતરના આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો તે 400 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ આંકડાથી ફિલ્મ થોડાક જ ડગલાં પાછળ છે.
ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ‘સાલાર’એ રવિવારે વિશ્વભરમાં 325 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે જ સમયે, ચોથા દિવસે એટલે કે સોમવારે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મને ક્રિસમસની રજાનો પૂરો ફાયદો મળશે, ત્યારબાદ તે માત્ર ચાર દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરી શકે છે.
ભારતમાં 200 કરોડનો આંકડો પાર કર્યો
જો આપણે ‘સાલાર’ના ઈન્ડિયા કલેક્શનની વાત કરીએ તો સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે રવિવારે એટલે કે ત્રીજા દિવસે લગભગ 61 કરોડનું કલેક્શન કર્યું છે, જે પછી તેનું ઈન્ડિયા કલેક્શન 208.05 કરોડ સુધી પહોંચી ગયું છે. બાકીના બે દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 90.7 કરોડ રૂપિયા અને બીજા દિવસે શનિવારે 56.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રભાસની ‘સાલાર’ પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. આ પહેલા તેણે ‘KGF’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘સાલાર’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો પ્રભાસ સિવાય શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.





