Salaar Box Office Collection Day 4 : પ્રભાસનો જાદુ યથાવત, ‘સાલાર’એ પાંચમાં દિવસે જોરદાર કલેક્શન કર્યું, હવે ફિલ્મ 500 કરોડથી થોડા જ અંતરે

હિન્દીમાં ડંકી બોક્સ ઓફિસ કલેક્શન ડે 4: પ્રભાસની ફિલ્મે 4 દિવસમાં વિશ્વભરમાં 402 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને ભારતમાં 255 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Written by mansi bhuva
December 26, 2023 10:24 IST
Salaar Box Office Collection Day 4 : પ્રભાસનો જાદુ યથાવત, ‘સાલાર’એ પાંચમાં દિવસે જોરદાર કલેક્શન કર્યું, હવે ફિલ્મ 500 કરોડથી થોડા જ અંતરે
જાણો પ્રભાસ સ્ટારર સાલારની સ્ટાર કાસ્ટની ફી

Salaar Box Office Collection Day 4 : પ્રભાસ સ્ટારર ‘સાલાર’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 22 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મે ઓપનિંગ ડેએ જ લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે.

ચોથા દિવસે પણ ફિલ્મનું કલેક્શન સારું રહ્યું. આ ફિલ્મે કુલ 45.77 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાં ફિલ્મે તમિલ બેલ્ટમાંથી 27.01 કરોડ, મલયાલમમાંથી 1.3 કરોડ, તમિલમાંથી 2.1 કરોડ, કન્નડમાંથી 0.86 કરોડ, હિન્દીમાંથી 14.5 કરોડની કમાણી કરી હતી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે અત્યાર સુધીમાં 0.67 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે કુલ 90.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી સૌથી વધુ બિઝનેસ તેલુગુ બેલ્ટમાંથી આવ્યો હતો. આ ફિલ્મે તેલુગુમાં રૂ. 66.75 કરોડ, મલયાલમમાં રૂ. 3.55 કરોડ, તમિલમાં રૂ. 3.75 કરોડ, કન્નડમાં રૂ. 0.9 કરોડ અને હિન્દીમાં રૂ. 15.75 કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો : Dunki Box Office Collection Day 5 : શાહરૂખ ખાનની ડંકીએ પાંચમાં દિવસે કરી કમાણી, જાણો ફિલ્મનું કુલ કલેક્શન

બીજા દિવસે ફિલ્મે કુલ 56.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી તેણે તેલુગુમાં રૂ. 34.25 કરોડ, મલયાલમમાં રૂ. 1.75 કરોડ, તમિલમાં રૂ. 3.05 કરોડ, કન્નડમાં રૂ. 0.95 કરોડ અને હિન્દીમાં રૂ. 16.35 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્રીજા દિવસે ફિલ્મે 62.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી તેલુગુમાં 35 કરોડ રૂપિયા, મલયાલમમાં 1.55 કરોડ રૂપિયા, તમિલમાં 3.2 કરોડ રૂપિયા, કન્નડમાં 1.2 કરોડ રૂપિયા અને હિન્દીમાં 21.1 કરોડ રૂપિયાનો બિઝનેસ હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ