/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/salaar-review.jpg)
પ્રભાસની સાલારએ પાંચમાં દિવસે જોરદાર કલેક્શન કર્યું
Salaar Box Office Collection Day 5 : પ્રભાસની ‘સાલાર’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ખાનસારની અદ્ધુત દુનિયા અને મિત્રતાથી દુશ્મનાવટ સુધીની આ કહાની, ઓડિયન્સના દિલમાં ઉતરી ગઈ છે. પ્રભાસની ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ કરતા તમામ રેકોર્ડ તોડી દીધા છે. બીજી તરફ દુનિયાભરમાં ફિલ્મ ઝડપથી જ 500 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવાની છે. આ વચ્ચે સાલારના પાંચમાં દિવસની કમાણી સામે આવી છે.
ભારતમાં પણ આ ફિલ્મે 270 કરોડથી વધુની કમાણી કરી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, સાલારએ પાંચમાં દિવસે લગભગ 23 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ રહી છે.
બોક્સઓફિસ પર તાજેતરમાં સફળ થયેલી ફિલ્મ એનિમલ અને સાલારમાં ભરપૂર હિંસક દૃશ્યો છે. ફિલ્મોમાં હિંસક દૃશ્યો અંગે વાત કરતાં ‘સાલાર’ના વિલન પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મ મેકર્સને ક્રીએટિવ ફ્રિડમ આપવા ભલામણ કરી હતી.
લોહિયાળ દૃશ્યો અને ક્રૂર હત્યા ધરાવતી ગેમ ઓફ થ્રોન્સ સાથે પૃથ્વીરાજે સરખામણી કરતાં કહ્યું હતું કે, આ ગેમની જેમ ‘સાલાર’નું કન્ટેન્ટ તીવ્ર હોઈ શકે છે, પરંતુ થીયેટરમાં તેને જોવાના અનુભવ અંગે ઓડિયન્સની ક્ષમતા અંગે ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ‘સાલાર’માં ફિલ્મની સ્ટોરી માટે હિંસા જરૂરી છે અને તેનાથી ડ્રામા એલિમેન્ટ વધે છે. હિંસાના દૃશ્યો દૂર થાય તો ‘સાલાર’માંથી મહત્ત્વનું પાસુ દૂર થઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us