/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/salaar-cast-fee-prabhas.jpg)
જાણો પ્રભાસ સ્ટારર સાલારની સ્ટાર કાસ્ટની ફી
Salaar Box Office Collection Day 7 : એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ સાલારે બોક્સ ઓફિસ પર દબદબો કાયમ રાખ્યો છે. જો કે પ્રથમ વીકએન્ડ પછી, સાલારની કમાણી થોડી ઘટી છે, પરંતુ તે અટકી નથી. તેની રિલીઝના ત્રણ દિવસમાં, સાલાર વિશ્વભરમાં ઓછામાં ઓછા રૂ. 400 કરોડને પાર કરી ગઈ હતી. ત્યારે સાલારના સાતમાં દિવસનું કલેક્શન સામે આવી ગયું છે.
અહેવાલ અનુસાર, સાતમા દિવસે પણ ફિલ્મે 20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે આગળ પણ ચાલુ રહેશે તેવી આશા સેવાઈ રહી છે. સાલારના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે છ દિવસમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મ નોર્થ અમેરિકામાં ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. સાલારે ઓવરસીઝ માર્કેટમાં કુલ 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
બોક્સઓફિસ પર તાજેતરમાં સફળ થયેલી ફિલ્મ એનિમલ અને સાલારમાં ભરપૂર હિંસક દૃશ્યો છે. ફિલ્મોમાં હિંસક દૃશ્યો અંગે વાત કરતાં ‘સાલાર’ના વિલન પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મ મેકર્સને ક્રીએટિવ ફ્રિડમ આપવા ભલામણ કરી હતી.
લોહિયાળ દૃશ્યો અને ક્રૂર હત્યા ધરાવતી ગેમ ઓફ થ્રોન્સ સાથે પૃથ્વીરાજે સરખામણી કરતાં કહ્યું હતું કે, આ ગેમની જેમ ‘સાલાર’નું કન્ટેન્ટ તીવ્ર હોઈ શકે છે, પરંતુ થીયેટરમાં તેને જોવાના અનુભવ અંગે ઓડિયન્સની ક્ષમતા અંગે ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ‘સાલાર’માં ફિલ્મની સ્ટોરી માટે હિંસા જરૂરી છે અને તેનાથી ડ્રામા એલિમેન્ટ વધે છે. હિંસાના દૃશ્યો દૂર થાય તો ‘સાલાર’માંથી મહત્ત્વનું પાસુ દૂર થઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us