/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/salaar-review.jpg)
પ્રભાસની સાલારએ પાંચમાં દિવસે જોરદાર કલેક્શન કર્યું
Salaar Review : વર્ષ 2023 શ્રેષ્ઠ વર્ષમાંથી એક છે. આ વર્ષમાં શાહરૂખ ખાનની 'પઠાણ', 'જવાન' સની દેઓલની 'ગદર 2', રણબીર કપૂરની 'એનિમલ' જેવી સુપરહિટ ફિલ્મોની બોલબાલા હતી. તેવામાં વર્ષના અંતિમ મહિનામાં મનોરંજનનો ડબલ ધમાકો થયો છે. કિંગ ખાનની ત્રીજી ફિલ્મ 'ડંકી' ગઇકાલે 21 ડિસેમ્બરે અને પ્રભાસની 'સાલાર' આજે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે 'સાલાર'ને લઇને દર્શકોમાં ખુબ જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સાલાર અંગે પહેલો રિવ્યૂ સામે આવ્યો છે.
ઓલવેઝ બોલિવૂડના સોશ્યિલ મીડિયા હેન્ડલ X પર કરાયેલા ટ્વિટમાં લખ્યું કે,"સલાર એક એપિક ફિલ્મ છે. જે રક્તપાતથી ભરપૂર છે. ઉપરાંત, આ ફિલ્મ દમદાર પ્રદર્શન અને સિનેમેટોગ્રાફીથી ભરપૂર છે. જો પ્રભાસની વાત કરીએ તો આ ફિલ્મમાં એક્ટર સંપૂર્ણપણે જંગલી લાગી રહ્યો, જે શારીરિક અને ભાવનાત્મક બંને રીતે શાનદાર અભિનય કરતો જોવા મળે છે. જ્યારે, પૃથ્વીરાજ સુકુમારન શાંત અને લાઈમલાઈટમાં રહે છે."
તો સેન્સર રિવ્યુ મુજબ, "સાલારનો પહેલો હાફ જબરદસ્ત છે અને સારા ક્લાઈમેક્સ સાથેનો બીજો ભાગ તમારો રૂંવાડા ઉભા કરી દેશે. 20 મિનિટ પહેલા હીરોની એન્ટ્રી. સિક્વલ માટે લીડ કાર્ડ પર બ્લોકબસ્ટર. મહત્વનું છે કે, ફિલ્મ 'સાલાર'એ એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં 50,000 થી વધુ ટિકિટો વેચીને રેકોર્ડ બનાવ્યો હતો."
ફિલ્મ દિગ્દર્શક પ્રશાંતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે "સાલારની વાર્તા બે મિત્રોની ભાવનાત્મક વાર્તા છે, જે સૌથી મોટા દુશ્મન બની જાય છે. સાલાર ભાગ-1 મુખ્યત્વે મિત્રતા પર છે. અમે સાલાર ભાગ-1માં અડધી વાર્તા કહીશું. મિત્રતાની આ કહાની અમે બે ભાગમાં કહીશું." સાલારમાં પ્રભાસ સિવાય શ્રુતિ હાસન લીડ રોલમાં છે. જ્યારે ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us