Salaar : બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ કમાલ કરશે પ્રભાસની સાલાર? જાણો 5 પોઇન્ટમાં શું ખાસ છે ફિલ્મમાં ?

Salaar : સાઉથ સુપર સ્ટાર પ્રભાસની 'સાલાર'આજે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 'બાહુબલી' અને 'KGF' જેવી સુપર ડુપર હિટ ફિલ્મોના દિગ્દર્શક અને લેખક પ્રશાંત નીલની બીજી જબરદસ્ત ફિલ્મ 'સાલાર'ને લઈને દર્શકોમાં ભારે છે.

Salaar : સાઉથ સુપર સ્ટાર પ્રભાસની 'સાલાર'આજે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 'બાહુબલી' અને 'KGF' જેવી સુપર ડુપર હિટ ફિલ્મોના દિગ્દર્શક અને લેખક પ્રશાંત નીલની બીજી જબરદસ્ત ફિલ્મ 'સાલાર'ને લઈને દર્શકોમાં ભારે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Salaar | Salaar Box Office Collection Day 11 | Salaar Collection | Prabhas | Prabhas New Movie

જાણો પ્રભાસ સ્ટારર સાલારની સ્ટાર કાસ્ટની ફી

Salaar : શાહરૂખ ખાનની 'ડંકી' પછી હવે સાઉથ સુપર સ્ટાર પ્રભાસની 'સાલાર'આજે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 'બાહુબલી' અને 'KGF' જેવી સુપર ડુપર હિટ ફિલ્મોના દિગ્દર્શક અને લેખક પ્રશાંત નીલની બીજી જબરદસ્ત ફિલ્મ 'સાલાર'ને લઈને દર્શકોમાં ભારે છે. 5 પોઈન્ટ્સમાં જાણો ફિલ્મ રીલિઝ પહેલા તમારે 'સલાર' કેમ જોવી જોઈએ?

Advertisment

જો કે, 'સાલાર'ને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રાષ્ટ્રીય ચેઈન PVR- INOX અને મિરાજ સિનેમાએ ઉત્તરના તમામ સિંગલ થિયેટરોમાં 'Dunki' રિલીઝ કરવાનું નક્કી કર્યું. વિવાદમાં ઘેરાયા છતાં પ્રભાસની 'સલાર' એ એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ધૂમ મચાવી હતી. ફિલ્મે રિલીઝના એક દિવસ પહેલા ભારતમાં જંગી કલેક્શન કર્યું છે.

જ્યારે સાલાર યુએસએમાં, વર્ષ 2023માં અત્યાર સુધીની કોઈપણ ભારતીય ફિલ્મ કરતાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ફિલ્મ બની ગઈ છે. તો સાલારએ ભારતીય બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
'સાલર'માં શું છે ખાસ

https://www.instagram.com/p/Cu7kJYMRMhw/

1- સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ 'સાલાર'માં એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા જોરદાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. જેની એક ઝલક 'સાલારના ટ્રેલર'માં જોઇ શકાય છે.

Advertisment

2- ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન લીડ રોલમાં છે. જે સાઉથની મોટો સ્ટાર છે. ઉપરાંત, ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ છે.

3- 'સાલાર' એક જબરદસ્ત વિઝ્યુઅલ અનુભવ આપવા જઈ રહ્યું છે. ફિલ્મનુ ટ્રીટમેન્ટ બિલકુલ 'KGF' જેવું જ અપાયું છે. જે ચાહકોને સાવ અલગ જ દુનિયામાં લઈ જશે.

4- પ્રભાસની આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જેઓ તેની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે. પ્રશાંત નીલ અગાઉ 'ઉગ્રમ' અને 'કેજીએફ' શ્રેણીની બંને બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યો છે.

5- ફિલ્મ 'સાલાર'માં સુપર સ્ટાર જગપતિ વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેનો ખતરનાક લુક રૂંવાડા ઉભા કરી દે તેવો છે. જગપતિ બાબુ સાઉથના મોટા સ્ટાર છે. ફિલ્મોમાં તેની એન્ટ્રીને ફિલ્મોની સફળતાની ગેરંટી માનવામાં આવે છે.

આ પણ વાંચો : Dunki Review : શાહરૂખ ખાનની શાનદાર એક્ટિંગ છતાં હિરાણીની એવરેજ ફિલ્મ ડંકી!

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે પ્રશાંત નીલની ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ટકરાઈ હોય. આ પહેલા પણ શાહરૂખની ફિલ્મ 'ઝીરો' 2018માં ક્રિસમસના અવસર પર રીલિઝ થઈ હતી. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ સાથે પ્રશાંતની 'KGF' રિલીઝ થઈ હતી, જે સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ બની હતી.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ