Salim Khan Birthday : બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન આજે 24 નવેમ્બરે પોતાનો 88મો બર્થડે ઉજવી રહ્યા છે. સલીમ ખાન અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ લેખક છે. સલીમ ખાનનું અંગત જીવન તેમની ફિલ્મો ‘શોલે’, ‘જંજીર’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ની સ્ક્રિપ્ટ જેટલું જટીલ રહ્યું છે.
જાવેદ અખ્તર સાથે ગાઢ મિત્રતા પછી અચાનક છૂટા પડવાની વાત હોય કે પછી હેલન સાથે તેના બીજા લગ્ન. વર્ષ 1980માં જ્યારે સલીમ ખાને હેલેન (salim khan-helen marriage) સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ પહેલેથી જ પરિણીત હતા અને તે 4 બાળકોના પિતા હતા.સલીમ ખાને હેલન સાથે બીજા લગ્ન કરવાના કારણે તેની પહેલી પત્ની સલમા ખાનને મોટો આઘાત લાગ્યો હતો. સલમા ખાન ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ હતી. જે અંગે સલમા ખાને પોતે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
હેલન અને સલીમ ખાનની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. બંનેએ થોડી મુલાકાતો પછી લગ્ન કરી લીધા. સલીમ ખાને હેલન સાથેના તેના બીજા લગ્નને એક સુંદર અકસ્માત ગણાવ્યો હતો. DNAને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મારી બે પત્નીઓ છે અને બંને શાંતિથી જીવનની મોજ માણી રહી છે. બંને સુંદર છે. આ સાથે સલીમ ખાને જણાવ્યું હતું કે, હું માનું છું કે બે વાર પ્રેમ થવો એ એક સુંદર અકસ્માત હતો. સલીમ ખાન અને હેલન પહેલીવાર ફિલ્મોમાં કામ કરવાને લઈને મળ્યા હતા. આ પછી તેમનો મળવાનો સિલસિલો ચાલુ થયો હતો. સલીમ ખાન અને હેલને વર્ષ 1981માં લગ્ન કર્યા હતા.
મહત્વનું છે કે, સલીમ ખાન અને સલમાએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સલમાનું નામ સુશીલા ચરક હતું અને બાદમાં તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. સલીમ ખાનના બીજા લગ્નથી તેમના બાળકો પણ નારાજ હતા. સલમાન, અરબાઝ અને સોહેલે હેલેન સાથે બિલકુલ વાતચીત ન કરતા હતા. બીજા લગ્ન બાદ જ્યારે સલીમ ખાન મોડી રાત્રે ઘરે પરત ફરતા તો તે સલમાન ખાનને બિલકુલ પસંદ ન હતું. સલમાન ખાન ખુબ જ ગુસ્સે થઇ જતો હતો.
સલીમ ખાન અને હેલનને કોઈ સંતાન નથી. તેણે અર્પિતા ખાનને દત્તક લીધી છે. વર્ષ 2014માં અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. તે સમયે અર્પિતા અને આયુષના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.





