સલીમ ખાન આઈસીયુમાં દાખલ, પિતાને મળવા પહોંચ્યો સલમાન ખાન

મનોરંજન | 90 વર્ષીય સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. સલમાન ખાન તેમના પિતાને મળીને હોસ્પિટલની બહાર નીકળી રહ્યા હતા. સલીમ ખાન લેખક, જાવેદ અખ્તર સાથે મળીને, 'એન્ગ્રી યંગ મેન' (Angry Young Man) ની રચના માટે જાણીતા છે.

મનોરંજન | 90 વર્ષીય સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. સલમાન ખાન તેમના પિતાને મળીને હોસ્પિટલની બહાર નીકળી રહ્યા હતા. સલીમ ખાન લેખક, જાવેદ અખ્તર સાથે મળીને, 'એન્ગ્રી યંગ મેન' (Angry Young Man) ની રચના માટે જાણીતા છે.

author-image
shivani chauhan
New Update
Salim Khan in ICU in mumbai Hospital

સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ પર્સનલ લાઈફ મુવીઝ સલમાન ખાન મનોરંજન । Salim Khan in ICU in mumbai Hospital Salman Khan visits his Father videos Photograph: (Social Media)

 મનોરંજન ન્યૂઝ | 1970 ના દાયકાની શોલે, દીવાર, ત્રિશુલ સહિતની કેટલીક સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મો લખવા માટે જાણીતા પીઢ પટકથા લેખક સલમાન ખાનના પિતા સલીમ ખાન (Salim Khan) ની તબિયત લથડી હોવાથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Advertisment

સલીમ ખાન આઈસીયુમાં (Salim Khan Hospitalized)

સલમાન ખાન તાજેતરમાં મુંબઈના બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યો હતો કારણ કે તે તેના 90 વર્ષીય પિતાને મળવા ગયો હતો. પીટીઆઈ મુજબ, સલીમ ખાન આઈસીયુમાં છે. એક આંતરિક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે "તેમને (સલીમ ખાન) આજે સવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આઈસીયુમાં છે.''

સલીમ ખાન મુવીઝ (Salim Khan Movies) 

સલીમ ખાન લેખક, જાવેદ અખ્તર સાથે મળીને, 'એન્ગ્રી યંગ મેન' (Angry Young Man) ની રચના માટે જાણીતા છે, જેનું ચિત્રણ ઘણીવાર અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવ્યું હતું. જાવેદ સાથેના અલગ થયા પછી સલીમે નામ જેવી ફિલ્મો લખી છે.

Advertisment

સલીમ ખાન પર્સનલ લાઈફ (Salim Khan Personal Life) 

સલીમ ખાનના લગ્ન સલમા ખાન સાથે થયા છે, જેમનાથી તેમને ચાર બાળકો છે - સલમાન, અરબાઝ, સોહેલ અને અલવીરા. ત્યારબાદ તેમણે હેલન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેમની એક પુત્રી અર્પિતા છે.

મનોરંજન ન્યૂઝ સલમાન ખાન