Salman Khan Birthday: સલમાન ખાન કેમ લગ્ન નથી કરી રહ્યો ? એક્ટરે કર્યો ખુલાસો, આટલા છે કારણ

Salman Khan Birthday: સલમાન ખાન આજે 27 ડિસેમ્બરે પોતાનો 58મો બર્થડે ઉજવી રહ્યો છે. ઘણા વર્ષોથી સલમાન ખાનના ચાહકો તે ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સલમાન ખાનને તે ક્યારે લગ્ન કરશે તે અંગે ઘણી વખત પૂછવામાં આવ્યુ છે.

Salman Khan Birthday: સલમાન ખાન આજે 27 ડિસેમ્બરે પોતાનો 58મો બર્થડે ઉજવી રહ્યો છે. ઘણા વર્ષોથી સલમાન ખાનના ચાહકો તે ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સલમાન ખાનને તે ક્યારે લગ્ન કરશે તે અંગે ઘણી વખત પૂછવામાં આવ્યુ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Salman Khan House Firing case | Salman Khan | Salaman Khan News | Salman KHan Latest News

Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ, શૂટર્સનો હતો મોટો પ્લાન

Happy Birthday Salman Khan : બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન આજે 27મી ડિસેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કરી રહ્યો છે. આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ 'ટાઈગર 3' અને 'બિગ બોસ 17'ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાને પોતાની કરિયરમાં ઘણું આગળ વધી ગયો છે, પરંતુ અંગત જીવનમાં તે હજુ પણ પાછળ છે. સલમાન ખાને આટલી ઉંમરે પણ લગ્ન કર્યા નથી. દરેક વ્યક્તિ તેના લગ્નની ચિંતા કરે છે અને તેને પૂછે છે કે 'તમે લગ્ન ક્યારે કરશો?'

Advertisment

સલમાન ખાનના લગ્ન ન કરવાના કારણ

1 એક જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે, લગ્ન એક મોટી વસ્તુ છે, જેમાં લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જે તેઓ અફોર્ડ કરી શકે તેમ નથી.

2 બીજી બાજુ ફિલ્મ 'સુલતાન'ના પ્રમોશન દરમિયાન સલમાન ખાને લગ્નના મામલે પોતાને કમનસીબ ગણાવ્યો હતો.

સલમાન ખાને કહ્યું હતું કે, તે લગ્ન કરવા આતુર છે, પરંતુ તે બીજાની હાની રાહ જોતો રહે છે. કારણ કે લગ્ન બાબકે પુરુષની નહીં પણ સ્ત્રીની મર્જી ચાલે છે.

Advertisment

સૌકોઇ એ વાતથી વાકફે છે કે, સલમાન ખાને માત્ર એક કે બે નહીં પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે. સલમાન ખાને સૌપ્રથમ સોમી અલીને ડેટ કરી હતી. સોમી એક અમેરિકન-ભારતીય અભિનેત્રી છે, જેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન અને સોમી સીરિયસ રિલેશનશીપમાં હતા પરંતુ બંને લગ્ન સુધી પહોંચી શક્યા નહીં.

સોમી અલી પછી સલમાન ખાને અભિનેત્રી સંગીતા બિજલાનીને ડેટ કરી હતી. તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આજે પણ સલમાન સંગીતાના સારા મિત્ર છે. જેની સાથે સલમાન ખાનના અફેરની સૌથી વધુ ચર્ચા થઈ હતી તે ઐશ્વર્યા રાય છે. તેમના સંબંધો કોઈનાથી છુપાયેલા નહોતા અને તેમના બ્રેકઅપની વાતો પણ જાણીતી છે.

આ પણ વાંચો : Dunki Box Office Collection Day 6 : ધીમી ગતિ સાથે શાહરૂખ ખાનની ડંકી 150 કરોડના આકડાંથી નજીક, ફિલ્મે છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

સલમાન ખાન પણ કેટરિના કૈફ સાથે પણ રિલેશનશીપમાં રહી ચૂક્યો છે. પરંતુ તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. હાલમાં સલમાનનું નામ રોમાનિયન મોડલ યૂલિયા વંતુર સાથે જોડાયું છે. જો કે, બંનેએ આ સંબંધને લઈને ક્યારેય પોતાનું મૌન તોડ્યું નથી.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ સેલિબ્રિટી બર્થ ડે