બોલિવૂડની દુર્દશા અંગે સલમાન ખાનનું મોટું નિવેદન…’ખરાબ પિક્ચર બનાવશો તો કેવી રીતે ચાલશે’

Salman Khan News: હિન્દી ફિલ્મો વિશે વાત કરતા સલમાન ખાને કહ્યુ, ખોટી ફિલ્મો બની રહી છે. તેથી તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ જાય છે.

Written by mansi bhuva
April 07, 2023 07:31 IST
બોલિવૂડની દુર્દશા અંગે સલમાન ખાનનું મોટું નિવેદન…’ખરાબ પિક્ચર બનાવશો તો કેવી રીતે ચાલશે’
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન

હાલ લોકો સાઉથ ઇન્ડ્સ્ટ્રી તરફ વળ્યાં છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં સારા કોન્સેપ્ટવાળી ફિલ્મો બનતી નથી. જેને પગલે ઘણા સમયથી બોલિવૂડની એકપણ ફિલ્મ લગભગ સિનેમાઘરોમાં હિટ રહી નથી. ગયા વર્ષે અક્ષય કુમારની મોટા બજેટવાળી અને ઐતિહાસિક ફિલ્મો પૃથ્વીરાજ ચૌહાણ, રામસેતુ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ગઇ. ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં તેની પ્રથમ રિલીઝ થનારી ફિલ્મ સેલ્ફી પણ નીચે પટકાઇ ગઇ. તેમજ કાર્તિક આર્યનની શહેઝાદા પણ દર્શકોને પસંદ ના આવી. ત્યારે હવે બોલિવૂડની પડતીને પગલે સલમાન ખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે.

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને લઇને ચર્ચામાં છે. હિન્દી ફિલ્મો વિશે વાત કરતા સલમાન ખાને કહ્યુ, ખોટી ફિલ્મો બની રહી છે. તેથી તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ જાય છે. ફિલ્મ નિર્માતાઓને એવુ લાગી રહ્યુ છે કે તેઓ શ્રેષ્ઠ ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ એવુ નથી.

વધુમાં સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હું ઘણા સમયથી કહી રહ્યો છુ કે આપણી હિન્દી ફિલ્મો ચાલી રહી નથી. ખરાબ પિક્ચર બનાવશો તો કેવી રીતે ચાલશે. હવે દરેકના મગજમાં એવુ હોય છે કે તેઓ મુગલ-એ-આઝમ, શોલે, હમ આપકે હૈ કોન અને દિલવાલે દુલ્હનિયા જેવી ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ તે બનતી નથી. હુ અમુક ડાયરેક્ટર્સને મળ્યો છુ. તે સમગ્ર હિન્દુસ્તાનને અંધેરીથી કોલાબા સુધી સમજે છે. તે હિન્દુસ્તાન નથી. હિન્દુસ્તાન છે રેલવે સ્ટેશનની પેલે પાર. આજકાલના ડાયરેક્ટર્સ સમજે છે કે કુલ પિક્ચર બનાવશે પરંતુ એવુ થતુ નથી.

આ પણ વાંચો: અનુષ્કા શર્માનું ફિલ્મ કરિયર બરબાદ કરવા માંગતા હતા કરણ જોહર, વિડિયો વાયરલ

સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું પ્રમોશન પણ કર્યુ. એક્ટરે કહ્યુ ફિલ્મ 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. બધા ફિલ્મ જોવા જજો. ખૂબ મહેનતથી બનાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ