/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-21-1.jpg)
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાઇલ તસવીર
Salman Khan Movies : હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભાઇજાન સલમાન ખાને પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. ફિલ્મોને સુપરહિટ કરવા માટે તેનું નામ જ પૂરતું છે. શું તમને ખબર છે કે સલમાન ખાન એક નામના ચક્કરમાં ફંસાઇ ગયા હતા? તે નામ સલમાન ખાનની એક ફિલ્મના એક પાત્રનું છે. તે નામ છે પ્રેમ. સલમાન ખાને આ નામ એક વાર નહીં, પરંતુ 15 વખત રાખ્યું છે. તેવામાં લોકોના મનમાં એ પ્રશ્ન થયો કે, કેમ ભાઇજાને પ્રેમ નામથી જ 15 ફિલ્મો કરી નાંખી? તો ચલો જાણીએ આ અહેવાલમાં એ દિલચસ્પ કહાની.
મીડિયા અહેવાલ અનુસાર, સલમાન ખાને જે પણ ફિલ્મમાં પ્રેમ નામથી પાત્ર નિભાવ્યું હતું તે ફિલ્મ સુપરહિટ ગઇ. સલમાન ખાનના ચાહકો એ વાત નહીં જાણતા હોય કે એક્ટર એક જ નામથી 15 ફિલ્મો કરી ચૂક્યો છે. સલમાન ખાને અભિનયની દુનિયામાં તેની પહેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાનનું નામ પ્રેમ રાખવામાં આવ્યું હતું. સલમાન ખાનની પહેલી ફિલ્મ એટલી હિટ ગઇ કે લોકોના મુખે તેનું નામ ફરતુ થઇ ગયું. સલમાન ખાનનો જાદુ આજે પણ યથાવત છે. સલમાન ખાન બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
સલમાન ખાનને પહેલી વખત પ્રેમ નામ ડાયરેક્ટર સૂરજ બડત્યાજાએ આપ્યું હતું. તેઓએ સલમાન ખાનને ભાગ્ય શ્રી સાથે તેની ફિલ્મમાં કાસ્ટ કર્યો હતો. જેમાં ભાઇજાન પહેલી વખત રોમાંસ અને એક્શન કરતા જોવા મળ્યો હતો. સલમાન ખાન હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંથી એક છે. આજે અભિનેતા એક ફિલ્મ માટે તેઓ 100 કરોડથી વધુ ફી લે છે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ માટે 100 કરોડ રૂપિયા ફી લીધી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી રિઆલિટી શો ‘બિગ બોસ’ હોસ્ટ કરી રહ્યા છે. તેઓ એક એપિસોડ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
સલમાન ખાન વાર્ષિક 200 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને ટોટલ નેટવર્થ 2,850 કરોડ રૂપિયા છે. તેઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ બ્રાન્ડને એન્ડોર્સ કરે છે અને એક પોસ્ટ શેર કરવા માટે 50 લાખ રૂપિયા ફી લે છે.
સલમાન ખાન અનેક સંપત્તિના માલિક છે અને તમામ સંપત્તિની કિંમત એક કરોડ રૂપિયા છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત 114 કરોડ રૂપિયા છે. પનવેલમાં તેમનું એક ફાર્મહાઉસ છે, જેની કિંમત 94 કરોડ રૂપિયા છે. ચિમ્બઈ રોડ પર તેમની એક પ્રોપર્ટી છે, જે 17 કરોડ રૂપિયાની છે. ગોરઈ બીચ પર 35 કરોડ રૂપિયાનું ઘર છે. ઉપરાંત મુંબઈ અને દુબઈમાં અન્ય ત્રણ પોપર્ટી છે.
સલમાન ખાનનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ ‘સલમાન ખાન ફિલ્મ્સ’ છે. ‘ધ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશ’ નામની ચેરિટી ટ્રસ્ટ ચલાવે છે. SK-27 નામની જીમ ફ્રેન્ચાઈઝી છે. ‘ધ બીઈંગ હ્યુમન’ ક્લોધિંગ બ્રાન્ડના માલિક છે. તેમણે અનેક સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે.
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અનેક વાર લક્ઝરી કારની સવારી કરતા જોવા મળે છે. તેમની પાસે મર્સિડીઝની એસ ક્લાસ, એએમજી જીએલઈ 43, રેન્જ રોવર Vogue, LX470, ઓડી RS7, લેન્ડ ક્રૂઝર અને બીએમડબલ્યુ એક્સ 6 જેવી શાનદાર લક્ઝરી કાર છે. આ કારની કિંમત કરોડો રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us