શું સલમાન ખાન તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રી પૂજા હેગડેના પ્રેમમાં છે? ઉમેર સંધૂએ ટ્વીટ કર્યુ

salman khan and pooja hegde: પૂજા હેગડેને (pooja hegde) સલમાન ખાનના (salman khan) પ્રોડક્શન હાઉસની 2 ફિલ્મો માટે સાઇન પણ કરી લીધી છે. તેમજ બંને સાથે ક્વોલિટી ટાઇમ પણ સ્પેન્ટ કરતા હોવાનો અહેવાલ છે.

Written by mansi bhuva
December 10, 2022 18:34 IST
શું સલમાન ખાન તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રી પૂજા હેગડેના પ્રેમમાં છે? ઉમેર સંધૂએ ટ્વીટ કર્યુ
સલમાન ખાનને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે.

બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” ની શૂટિંગને (salman khan upcoming film) લઈને ખૂબ વ્યસ્ત છે. સમાચાર મુજબ સલમાન ખાનને (salman khan) એક વાર ફરીથી એક પાર્ટનર મળી ગઈ છે. રિપોર્ટસ મુજબ સલમાન ખાન એક્ટ્રેસ પૂજા હેગડેને (salman khan and pooja hegde) ડેટ કરી રહ્યા છે અને બે ફિલ્મોને માટે પૂજાને સાઈન પણ કરી છે.

સલમાન ખાનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણવા માટે ફેન્સ હંમેશા રસ દાખવે છે. મહત્વનું છે કે, સલમાન ક્યારેક તેની લવ લાઈફને કારણે તો ક્યારેક લગ્નના પ્રશ્નોને લઈને ચર્ચામાં રહે છે. ઘણા સમયથી ભાઈજાનનું નામ વિદેશી બ્યુટી યુલિયા વંતુર સાથે જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાન તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

જો કે આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનનું નામ કોઇ અભિનેત્રી સાથે ચર્ચામાં આવ્યું હોય. સૌ કોઇ એ વાતથી વાકેફ હશે કે આ પહેલા સલમાન ખાન એશ્વર્યા રાય, કૈટરીના કૈફ સાથેના તેના સંબંધને લઇ ચર્ચમાં આવ્યો છે.

હકીકતમાં ઉમેર સંધૂએ એક ટ્વીટ કર્યું છે. જેને બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. ઉમેર સંધૂએ ટ્વીટ કર્યું છે કે, બ્રેકિંગ ન્યૂઝ ટાઉનમાં આવ્યું નવુ કપલ…,મેગા સ્ટાર સલમાન ખાનને પૂજા હેગડે સાથે પ્રેમ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે પૂજા હેગડેને સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની 2 ફિલ્મો માટે સાઇન પણ કરી લીધી છે. તેમજ બંને સાથે ક્વોલિટી ટાઇમ પણ સ્પેન્ટ કરતા હોવાનો અહેવાલ છે. જે અગં સલમાન ખાનના નજીકના મિત્રએ પુષ્ટિ કરી છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો જલ્દી તેઓ ‘કિક 2’, ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ તેમજ ‘એન્ટ્રી’ની સિકવલમાં નજર આવશે. આ સિવાય સલમાન ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ કેમિયો કરશે. જો પૂજા હેગડેના વર્કફ્રન્ટની વીત કરીએ તો તે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ અને રણવીર સિંહની ‘સર્કસ’માં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ