બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાન સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેતા પર ખતરાની તલવાર લટકી રહી છે. સલમાન ખાનને ફરી જાનથી મારી નાખાવની ધમકી મળી છે. ટ્વિસ્ટની વાત એ છે કે, એક કોલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું હતું કે આગામી 30 તારીખે સલમાન ખાનને જાનથી મારી નાંખશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક્ટરને ગોલ્ડી બરાડ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે તેણે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે મેઈલનું કનેક્શન યુકેથી હોવાનું જાણવા મળ્યું હતું. હવે ફરી એકવાર સલમાન પર ખતરો વધતો જોવા મળી રહ્યો છે.
સોમવારે રાત્રે 9 વાગે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ દરમિયાન કોલરે કહ્યું કે તે 30 તારીખે સલમાન ખાનને જાનથી મારી નાખશે. ફોન કરનારે પોતાનો પરિચય રોકી ભાઈ તરીકે આપ્યો અને કહ્યું કે તે જોધપુરના ગૌ રક્ષક છે. જોકે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
થોડા દિવસો પહેલા એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ સલમાન ખાનને મારીને ગુંડા બનવાની વાત કરી હતી. ગેંગસ્ટરે કહ્યું કે તે બહુ જલ્દી આ ઘટનાને અંજામ આપવાનો છે. આ જ કડીમાં સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલે સતર્ક છે.
સલમાન ખાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે પોતાના કાર કલેક્શનમાં એક નવું બુલેટ પ્રૂફ કાર સામેલ કરી છે. પાછલા કેટલાંક સમયથી તેને એક પછી એક ધમકીઓ મળી રહી છે. ગયા મહિને એક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે એક્ટરની સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે, જે વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવી સામેલ કરી છે. હાલમાં આ કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ પણ કરવામાં આવી નથી.





