Salman Khan : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન અંગે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. દબંગ સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના હત્યારા કુખ્યાત ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરારે બેખૌફ બનીને ખુલ્લેઆમ સલમાન ખાનને મારી નાંખવાની કરી હોવાની વિગતો મળી છે. ગોલ્ડી બરારેકહ્યું કે, સલમાન ખાન તેના નિશાને છે, જ્યારે તક મળશે એટલે તેને પતાવી દેવામાં આવશે. આ સિવાય તેને કબુલ્યું છે કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા પણ તેની ગેંગે કરી છે.
ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ગોલ્ડી બરારે કહ્યું, “અમે તેને મારી નાખીશું, ચોક્કસપણે મારીશું. ભાઈ સાહેબ (લોરેન્સ બિશ્નોઈ)એ તેને માફી માંગવા કહ્યું હતુ પરંતુ તેણે માફી ન માંગી. જેમ અમે અગાઉ પણ કહ્યું છે. વાત માત્ર સલમાન ખાન પૂરતી જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.
મહત્વનું છે કે, સિદ્ધુ મુસેવાલાની એક વર્ષ પહેલા 22 મે 2023ના રોજ પંજાબના માનસામાં નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડીએ કબૂલાત કરી છે કે તેની ગેંગે આ હત્યા કરી હતી. તેણે કહ્યું કે સિદ્ધુએ મૂઝવાલાને જાણી જોઈને માર્યા હતા. આ માટે તેણે ગમે તેટલું બલિદાન આપવું પડશે તે આપશે. કારણ કે તે કરવું જરૂરી હતું.
આ સાથે ગોલ્ડી બરારે સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કારણ સ્પષ્ટ કર્યું હતું કે, ‘તે ખુબ જ ઘમંડી અને બગડેલો હતો. તેમજ તેની પાસે જરૂરિયાતથી વધુ પૈસા હતા. સાથે જ સિંગર પાસે પોલિટિકલ અને પોલીસ પાવર પણ જરૂરિતથી વધુ હતો. આનો તે દુરઉપયોગ કરતો હતો. તેથી તેને શબક શિખવવો જરૂરી હતું’.
આ ઉપરાંત ગોલ્ડીએ કહ્યું હતુ કે, સિદ્ધુ મુસેવાલાએ કેટલીક ભૂલો કરી હતી, જેના માટે તેને માફ કરી શકાય તેમ નથી. વિકી મીડુખેડા જે યુવા નેતા હતા તેની હત્યાનો બદલો લેવાની વાત કરતાં ગોલ્ડીએ કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાનું નામ સામે આવી રહ્યું હતું પરંતુ તેની સીએમ બેઠક હતી અને તે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો.





