/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Salman-Khan-1.jpg)
Salman Khan : સલમાન ખાન બોલીવુડમાં ભાઇજાન તરીકે પ્રખ્યાત છે. (Photo: @beingsalmankhan)
Salman Khan Disease Brain Aneurysm: બોલીવૂડનો ભાઇજાન સલમાન ખાન તેની એક્ટિંગ સાથે ફિટનેસ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ સલમાન ખાને કપિલ શર્માના શોમાં પોતાના સ્વાસ્થ્યને લઈને મોટો ખુલાસો કર્યો હતો, જેને જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. સલમાન ખાને કહ્યું હતું કે તે બ્રેઈન એન્યુરિઝમ (Brain Aneurysm) જેવી ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાથી પીડાઈ રહ્યો છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં જ કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના ત્રીજી સીઝનનો ભાગ બન્યો હતો. સલમાન ખાને પોતાની તબિયતને લઇને મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, એ બ્રેઇન એન્યુરિઝમ્સ અને અન્ય ગંભીર રોગો સામે ઝઝૂમી રહ્યો છે, જેના કારણે ચાહકો ચિંતિત છે. સલમાન ખાને કહ્યું કે હું દરરોજ હાડકાં તોડાવી રહ્યો છું, પાંસળીઓ તૂટી ગઇ છે, ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા સાથે કામ કરી રહ્યો છું, મારા મગજમાં એન્યુરિઝમ છે અને હું હજી પણ કામ કરી રહ્યો છું અને એવી વિકૃતિ પણ છે અને આ હોવા છતાં હું ચાલી રહ્યો છું.
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ન્યૂરો ઇન્ટરવેન્શનલ સર્જરીના ડિરેક્ટર ડો.વિપુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ન્યુરોલોજીકલ બીમારી સીધી મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. તેમાં ટ્રાઇજેમિનલ ન્યુરલ્જિયા, બ્રેઇન એન્યુરિઝમ્સ અને ઇર્યોવેનસ વિકૃતિઓનો સમાવેશ થાય છે.
સલમાન ખાનને કઇ બીમારી છે?
ટ્રાઇજેનિમલ ન્યુરલજિયા ચેતાતંત્રની એક ગંભીર બીમારી છે, જેમાં કોઇ પણ વ્યક્તિને અચાનક જ ચહેરા પર ખૂબ જ તીવ્ર પીડાનો અનુભવ થાય છે.
AV માલફોર્મેશન - આ રોગમાં રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ બંધ કે ઘટી જાય છે.
બ્રેઈન એન્યુરિઝમ - તેને મગજમાં લોહીની નસનો ફુગ્ગો કહી શકાય.
બ્રેઈન એન્યુરિઝમ શું છે, જેનાથી સલમાન ખાન પીડિત છે
તેને મગજમાં લોહીની નસોનો ફુગ્ગો કહી શકાય. આ બીમારીમાં મગજની કોઇ ધમનીમાં એક નબળી જગ્યા પર લોહી ભરાઇ જાય છે અને તે ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે, કારણ કે તેના લક્ષણો ત્યારે જ દેખાય છે જ્યારે તે ફાટી જાય છે, જેના કારણે મગજમાં રક્તસ્રાવ થાય છે (હેમોરેજિક સ્ટ્રોક). તે જીવલેણ બની શકે છે.
બ્રેઈન એન્યુરિઝમના લક્ષણો
- અચાનક, તીવ્ર માથાનો દુખાવો
- ઉબકા અને ઊલટી
- દ્રષ્ટિ ઝાંખી થવી
- આંચકી આવવી
- બેભાનપણું
- પક્ષાઘાત / લકવો
બ્રેઈન એન્યુરિઝમ કેવી રીતે રોકી શકાય?
બ્રેઈન એન્યુરિઝમ એક એવી સ્થિતિ છે જેને સંપૂર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ કેટલાક જોખમી પરિબળોને ઘટાડીને તેની શક્યતા ઘટાડી શકાય છે.
- હાઈ બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવું
- ધૂમ્રપાન ન કરવું
- આલ્કોહોલ પીવાનું ટાળવું
AV Malformation : એવી મેલફોર્મેશન
તે મગજ અથવા કરોડરજ્જુમાં રક્ત વાહિનીઓનો અસામાન્ય ગઠ્ઠો છે. આમાં ધમની અને નસ વચ્ચે સામાન્ય રીતે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે બ્લીડિંગ, આંચકી, માથાનો દુખાવો કે મગજને લગતી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા
ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા એ એક જુની પીડાની સ્થિતિ છે જે ચહેરા પર તીક્ષ્ણ, અચાનક અને ઇલેક્ટ્રિક શોક જેવી પીડા પેદા કરે છે. આ દુખાવો ટ્રાઇજેમિનલ નર્વને અસર કરે છે, જે ચહેરાની સંવેદનાત્મક ચેતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us