સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, બાઇક પર આવ્યા હતા બે શૂટર, મુંબઇ પોલીસ દ્વારા તપાસ શરૂ

Firing Outside Salman khan House in Mumbai : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના મુંબઇ સ્થિત ઘરની બહાર ફાયરિંગ થયું છે. આ ઘટના સવારે 4.55 વાગે આસપાસ બની હતી. મુંબઇ પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.

Written by Ajay Saroya
April 14, 2024 08:30 IST
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, બાઇક પર આવ્યા હતા બે શૂટર, મુંબઇ પોલીસ દ્વારા તપાસ શરૂ
સલમાન ખાન બોલીવુડના ભાઈજાન તરીકે કહેવાય આવે છે. (Photo- beingsalmankhan

Firing Outside Salman khan Home in Mumbai : સલમાન ખાન : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જાણકારી મુજબ બે હુમલાખોરો બાઈક પર સવાર થઈને આવ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટના સવારે 4.55 વાગ્યાની છે. ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ઘણી વખત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેના જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. તેણે અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના કેનેડા ખાતેના નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે સલમાન ખાન સાથેના નજીકના સંબંધોને કારણે એના પર હુમલો થયો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

સલમાન ખાનને હાલ વાય-પ્લસ સિક્યોરિટી

સલમાન ખાન પાસે હાલ વાય-પ્લસ સિક્યોરિટી છે. ગત વર્ષે સલમાન ખાનની ઓફિસમાં પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. સલમાનના નજીકના સાથી પ્રશાંત ગુંજલકરને રોહિત ગર્ગ તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ઇમેલના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ