Malaika Aroras In Dabangg Song | સલમાન ખાન (Salman Khan) અભિનીત ફિલ્મ દબંગ (Dabangg) ના આઈટમ નંબર “મુન્ની બદનામ હુઈ” (Munni Badnaam Hui) માં તેના ભાઈ અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા હતી. આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું. હવે, દબંગની 15મી વર્ષગાંઠ પહેલા, ફિલ્મના દિગ્દર્શક અભિનવ કશ્યપે એક મોટો ખુલાસો કર્યો હતો.
દબંગ ડાયરેક્ટર મલાઈકા અરોરાને આઈટમ સોંગમાં કાસ્ટ કરવા પર કર્યો ખુલાસો
દબંગ ડાયરેક્ટર અભિનવ કશ્યપે એક મોટો ખુલાસો કર્યો કે અરબાઝની પૂર્વ પત્ની મલાઈકા અરોરા (Malaika Arora) ને આ ખાસ ગીતમાં કાસ્ટ કરવા માટે તેની મંજૂરી મેળવવા માટે ખરેખર ઘણી મહેનત કરવી પડી હતી . તેણે એ પણ જણાવ્યું કે ખાન ભાઈઓ ‘કૂલ’ દેખાઈ શકે છે, પરંતુ તેઓ ખરેખર ‘રૂઢિચુસ્ત’ મુસ્લિમ પરિવારમાંથી આવે છે.
SCREEN સાથેની એક નિખાલસ વાતચીત દરમિયાન અભિનવે કહ્યું કે, “અરબાઝને મલાઈકા આવું કરે તે ગમતું નહોતું. તેને એ વાત પસંદ નહોતી કે તેની પત્નીને ‘આઈટમ ગર્લ’ તરીકે ઓળખવામાં આવે. અરબાઝ અને સલમાન ખાન, ભલે ગમે તે કહે, ખરેખર ખૂબ જ રૂઢિચુસ્ત મુસ્લિમ માંથી છે. મલાઈકાને પણ સલમાન સાથે તેના આઉટફિટને લઈને મતભેદ હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમની મહિલાઓ પુરા કપડાં પહેરે. તેથી, તેઓ ઇચ્છતા ન હતા કે તે આઈટમ સોંગ કરે.”
દિગ્દર્શકે ઉમેર્યું, “પણ, મલાઈકા એક મજબૂત અને સ્વતંત્ર મહિલા છે, તે પોતાની પસંદગીઓ જાતે કરે છે. જ્યારે તેને આ ઓફર કરવામાં આવી ત્યારે તેણે હા પાડી હતી. અરબાઝને સંમત થવા માટે થોડી સમજાવટની જરૂર પડી હતી. તેણે તેને કહ્યું કે આમાં કંઈ અશ્લીલ નથી, ફક્ત ડાન્સ છે, અને ગીતમાં બધું જ પરિવાર સાથે જોડાયેલું છે, તમને શેનો ડર છે? અને અલબત્ત, તે ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા હતા.”
અભિનવ કશ્યપે મલાઈકા અરોરાને તેના નૃત્ય કૌશલ્યને કારણે “મુન્ની બદનામ” માં કાસ્ટ કરી. તેણે શેર કર્યું કે, “મલાઈકા તેના “છૈયા છૈયા” અને “હોથ રસીલે” જેવા ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત હતી. તેણે વધુ અભિનય ભૂમિકાઓ કરી ન હતી. અમને એવી વ્યક્તિની જરૂર હતી જે આ ગીતને સારી રીતે પરફોર્મ કરી શકે. તે એક ગ્રેટ ડાન્સર છે. જે કેમેરા પર ઓછી દેખાય છે, તેથી લોકો તેને જોવા માટે વધુ ઉત્સુક બને છે.’
રસપ્રદ વાત એ છે કે, અભિનવ ઇચ્છતો હતો કે ગીત પૂરું થયા પછી સલમાન ખાન એન્ટ્રી કરે, પરંતુ અભિનેતા ગીતમાં દેખાવા માટે ઉત્સુક હતો, જેના કારણે અંતે સોનુ સૂદ બેકગ્રાઉન્ડમાં ગયો હતો. તેણે ખુલાસો કર્યો કે “ગીત ખૂબ જ સારું બન્યું. જ્યારે સલમાને તે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું કે તે પણ તેનો ભાગ બનવા માંગે છે.
તેણે ઉમેર્યું કે, ‘શરૂઆતમાં તે ગીત પછી તરત જ આવવાનો હતો, સોનુ ત્યાં સુધી પાર્ટી કરતો રહ્યો. જેમ શોલેની ‘મહેબૂબા’માં બતાવવામાં આવ્યું હતું, જ્યારે અમજદ ખાન મજા માણી રહ્યો છે. મારી પાસે પણ એ જ વિઝન હતું. ગીત મૂકવાની આ એક બેસ્ટ તક હતી. એક તરફ, પોલીસ જાળ ફેલાવી રહી છે અને બીજી તરફ ખલનાયક મજા માણી રહ્યો છે. પરંતુ પછી, સલમાને આગ્રહ કર્યો કે આ બેસ્ટ ગીત છે, મારે તેમાં હોવું જોઈએ. તેથી, મેં તેને ગીતમાં એક કડી પહેલા આવવા માટે મજબૂર કર્યો હતો.’
શુભંકર મિશ્રા સાથેની એક મુલાકાત દરમિયાન, દબંગમાં છેદી સિંહની ભૂમિકા ભજવનાર સોનુએ ખુલાસો કર્યો હતો કે સલમાને તેની પાસેથી “મુન્ની બદનામ હુઈ” ગીત છીનવી લીધું હતું કારણ કે તે મલાઈકા સાથે તેમાં કામ કરવાનો હતો. તેણે શેર કર્યું કે “અભિનવ એક સારા અને એક ખરાબ સમાચાર લઈને આવ્યો હતો. એક સીન વિશે સારા સમાચાર અને ખરાબ એ હતું કે સલમાન ગીત લઈ રહ્યો છે. મેં કહ્યું, ‘આ મારું ગીત છે, તે આ રીતે વચ્ચે કેવી રીતે આવશે?’ તેણે કહ્યું કે તે તે એક રેઇડ સીન દ્વારા કરશે. મેં તેમને કહ્યું, ‘તે ખોટું છે, મારી પાસે ફક્ત એક જ ગીત હતું.’ પરંતુ અંતે, જે કંઈ થયું તે સારા માટે થયું. લોકો હજુ પણ ગીત યાદ રાખે છે.’
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 1998 માં લગ્ન કર્યા અને 2002 માં તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો હતો. ૧૮ વર્ષના લગ્નજીવન પછી, આ દંપતી 2016માં અલગ થઈ ગયું, અને 2017 માં તેમના છૂટાછેડા થયા હતા. તેઓ અરહાનના સહ-માતાપિતા છે.