Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરાયેલી બંદૂક પોલીસે જપ્ત કરી

Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર કેસમાં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટરોએ બંને બંદૂકોને સુરતની તાપ્તી નદીમાં ફેંકી દીધી હતી.

Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર કેસમાં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટરોએ બંને બંદૂકોને સુરતની તાપ્તી નદીમાં ફેંકી દીધી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Salman Khan House Firing case | Salman Khan | Salaman Khan News | Salman KHan Latest News

Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ, શૂટર્સનો હતો મોટો પ્લાન

Salman Khan House Firing case : બોલિવૂડ ફેમસ એક્ટર સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગ ઘટના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે, સલમાન ખાનના ઘર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનમોલ બિશ્નોઈએ બંને શૂટરોને 10 રાઉન્ડ ફાયર કરવાનો આદેશ આપ્યો હતો. બંને શૂટર્સ 10 રાઉન્ડ ફાયરિંગ કરવાના ઇરાદે બે બંદૂકો સાથે સલમાન ખાનના ઘરની બહાર પહોંચ્યા હતા. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટરોએ બંને બંદૂકોને સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી. હવે મુંબઇ પોલીસને નદીમાંથી એક બંદૂક મળી ગઇ છે.

Advertisment

શૂટર હોળી દરમિયાન બંદૂક લઈને બિહાર ગયા હતા. ત્યાં, બંને શૂટરોએ એક જ બંદૂકથી ફાયરિંગની પ્રેક્ટિસ કરી અને હોળી પછી મુંબઈ પાછા ફર્યા.

https://www.instagram.com/p/C58-SzqSR40/

મળતી માહિતી અનુસાર, બંને શૂટર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવાના હતા પરંતુ પકડાઈ જવાના ડરથી માત્ર એક જ શૂટર ગોળીબાર કરી શક્યો હતો. મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે કોર્ટમાં જશે.

આ પણ વાંચો : Kalki 2898 AD : કલ્કી 2898 એડીનું ટીઝર રિલીઝ, સાય-ફાઇ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં

Advertisment

આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 10 લોકોના નિવેદન લીધા છે. બે શૂટરો કોની કારમાં દહિસરથી સુરત ભાગી ગયા હતા તે કાર ચાલકનું નિવેદન હજુ નોંધવાનું બાકી છે.

સલમાન ખાન celebrities મનોરંજન ન્યૂઝ