Salman Khan House Firing Case News : બોલીવુડ સ્ટાર સલમાન ખાન ના ઘરની બહાર 14 એપ્રિલ રવિવારે વહેલી સવારે 4.55 વાગ્યે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ વચ્ચે હવે સવાલ એ છે કે કડક સિક્યુરિટી હોવા છતાં આ ઘટના કેવી રીતે બની? આ મામલે હવે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. જે અંતર્ગત 15 ટીમની રચના થઇ છે. ત્યારે સલમાન ખાન ગોળીબાર કેસ (Salman Khan House Firing Case) માં રોહિત ગોદરા નામ સામે આવ્યું છે.
કોણ છે રોહિત ગોદરા?
રોહિત ગોદરા જેલવાસ ભોગવી રહેલો ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇનો નજીકનો સહયોગી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, તે યુકેથી ગેંગની તમામ કામગીરી સંભાળે છે. NIA લાંબા સમયથી તેને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
રોહિત ગોદરા ક્રિમિનલ હિસ્ટ્રી
રોહિત મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે અને તે હત્યા અને ખંડણીના 35થી વધુ કેસમાં આરોપી છે. રોહિત નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દુબઈ ભાગી ગયો હતો. આ પછી તે યુકે ગયો.
કોણ છે રોહિત ગોદરા?
NIAની પૂછપરછમાં લોરેંસ બિશ્નોઇએ જણાવ્યું હતું તે, તેનું એક બિઝનેસ મોડલ છે. વિવિધ રાજ્યોમાં તેના બિઝનેસ મોડલને અલગ-અલગ લોકો સંભાળે છે. જેમાં રોહિત ગોદરા રાજસ્થાનનો કારોબાર સંભાળે છે.
રોહિત ગોદરા કથિત રીતે ગયા વર્ષે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અને મેં 2022માં થયેલી પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સંડોવાયેલો હતો.
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારના નામ
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીર વાયરલ થઇ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, હુમલોખોરો મુંબઇથી ભાગી ગયા છે. સૂત્રોએ દાવો કર્યો કે તેના નામ વિશાલ રાહુલ ઉર્ફ કાલૂ છે.
આ પણ વાંચો : સલમાન ખાનના ઘર પર ગોળીઓ ચલાવનારની તસવીર સામે આવી, પોલીસ તપાસમાં લાગી
સલમાન ખાનની ઘરની બહાર થયેલા ગોળીબારના કેટલાક કલાક પછી અનમોલ બિશ્નોઇએ આ ઘટનાની જબાદારી લીધી હતી. અનમોલે આ સાથે સલમાન ખાનને ધમકી પણ આપી છે. તેણે લખ્યું છે કે, આ પહેલી અને છેલ્લી ચેતવણી હતી, બીજી વખતે ઘર પર ગોળીબાર કરવામાં નહીં આવે.





