બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 2019માં પત્રકાર અશોક પાંડેએ અભિનેતા વિરૂદ્ધ તેમને માર મારી ધમકાવ્યો હોવાનો દાવો કરતી ફરિયાદ નોંધાવી હતી. મુંબઇ હાઇકોર્ટે આ કેસમાં હાઈકોર્ટે સલમાન ખાનને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. જેને પગલે સલમાન ખાનને મોટી રાહત મળી છે.
બોમ્બે હાઈકોર્ટનો આદેશ
બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ અંધેરી કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પણ હાઈકોર્ટે રદ્દ કરી દીધા છે. આ સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સલમાન વિરૂદ્ધ દાખલ એફઆઈઆર પણ રદ કરવામાં આવે. સ્વાભાવિક છે કે ધમકીઓ મળ્યા બાદ મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થઈ રહેલા સલમાન માટે આ આદેશ રાહતરૂપ છે.
અભિનેતા પર ખત્તરાની તલવાર
ઉલ્લેખનીય છે કે, અભિનેતા પર ખત્તરાની તલવાર લટકી રહી છે. સલમાન ખાનને ગઇકાલે (11 ફેબ્રુઆરી) ફરી જાનથી મારી નાખાવની ધમકી મળી છે. ટ્વિસ્ટની વાત એ છે કે, એક કોલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું હતું કે આગામી 30 તારીખે સલમાન ખાનને જાનથી મારી નાંખશે. આ સાથે પોલીસ સતર્ક થઇ ગઇ હતી.
ધમકી આપવા બદલ ફોન કરનાર કસ્ટડીમાં
સલમાન ખાનને ધમકી આપવા બદલ ફોન કરનારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસનું કહેવું છે કે ધમકી આપનારી વ્યક્તિ એક સગીર છોકરો છે, જેની ઉંમર માત્ર 16 વર્ષ છે. પોલીસે સગીરને શાહપુરથી કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ માટે તેને મુંબઈ લાવી રહી છે.
ધમકીઓ વચ્ચે સલમાન ખાને પોતાના કલેક્શનમાં નવી બુલેટપ્રૂફ કારનો સમાવેશ કર્યો હતો. આ એક નિસાન પેટ્રોલ એસયુવી છે, જે ભાઈજાને વિદેશથી આયાત કરી છે. અત્યાર સુધીમાં આ વાહન માર્કેટમાં લોન્ચ પણ નથી થયું.