Salman Khan New Movie: બોલિવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan) હાલ ઇદના અવસર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને કારણે ખુબ ચર્ચામાં છે. ભાઇજાનની આ ફિલ્મનો ક્રેઝ પ્રેક્ષકોમાં જબરદસ્ત જોવા મળી રહ્યો છે. કિસી કા ભાઇ કિસી કી જાને માત્ર 4 દિવસમાં સિનેમાધરોમાં લગભગ 78.34 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે. જ્યારે આ ફિલ્મે વર્લ્ડ વાઇડ કુલ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. આ વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલાએ અભિનેતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આવો જાણીએ કે આખરે શું છે આ મામલો.
હકીકતમાં સલમાન ખાન હાલ દુબઇમાં સ્થિર છે. જ્યાં તેઓએ એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં અભિનેતાના લાખો પ્રશંસકો હાજર રહ્યા હતા. તેની સાથે સલમાને ખુબ મસ્તીભર્યા અંદાજમાં આરામદાયક રીતે વાતચીત કરી હતી. આ વાતચીતના વાયરલ વીડિયાએ સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે.
આ વાયરલ વીડિયોમાં સલમાન ખાનનો પ્રશંસકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ભીડમાંથી એક મહિલાએ સલમાન ખાનને પૂછી લીધું કે, સલમાન ખાન મુજસે શાદી કરોગે? આ સવાલનો ભાઇજાને મજેદાર જવાબ આપતા કહ્યું કે, અભી કરવા દૂં ઉનકે સાથે. આ સાથે ઇવેન્ટમાં ઉપસ્થિત એક અન્ય મહિલાએ અભિનેતાને પૂછ્યું કે, શાદી નહીં કરની સલમાન, શાદી નહીં કરની. આ સવાલનો જવાબ જાણવા માટે ફેન્સમાં ભારે કૂતુહલ હતું. ત્યારે સલમાન ખાને આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, સહી સહી સહી.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના ફેન્સ સહિત ઘણી સેલિબ્રિટીઓ પણ જાહેરમાં તેને લગ્ન ક્યારે કરશે તે અંગે અત્યારસુધીમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યાં છે. પરંતુ અભિનેતાએ આ વાતને ખુબ ચાલાકીથી ટાળી દે છે.