ટેલિવૂડનો જાણીતો ચહેરો શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ થોડા દિવસ પહેલા સલમાન ખાને અંગે એક મોટો ખુલાસો કર્યો હતો. પલક તિવારીએ સલમાન ખાનના સેટ પર છોકરીઓ માટે ડ્રેસ કોડના કેટલાક નિયમો હોવા અંગે નિવેદન કર્યું હતું. તેણે આ નિવેદનમાં જણાવ્યું હતું કે, સલમાન ખાનના સેટ પર છોકરીઓ માટે લો નેકલાઈન ન પહેરવાનો નિયમ છે. જે અંગે હવે અભિનેતા સલમાન ખાને મૌન તોડ્યું છે.
સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યુ હતું કે, ‘મહિલાઓ જેટલી વસ્ત્રોથી ઢકાયેલી હશે તેટલુ સારું છે. આ સાથે સલમાને પુરૂષોની વિધારધારા વિશે પણ વાત કરી હતી. વાસ્તવમાં સલમાન ખાન રજત શર્માનો ટીવી શો ‘આપકી અદાલત’માં પહોંચ્યો હતો. જ્યાં મહિલાઓએ નેકલાઇન વસ્ત્રો પહેરવા મુદ્દે ખુલીને વાત કરી હતી. સલમાન ખાને કહ્યું, “મને લાગે છે કે મહિલાઓના શરીર ખૂબ કિંમતી હોય છે. તેઓ જેટલી વધુ ઢંકાયેલી રહેશે, મને લાગે છે કે તેટલુ વધુ સારું છે’.
તદ્દઉપરાંત સલમાન ખાને પુરૂષોની વિચારધારા વિશે વાત કરતા કહ્યું હતુ કે, ‘જે રીતે તેઓ મહિલાઓને જોવે છે. બહને, પત્ની, માતાઓ…મને તે બિલકુલ પસંદ નથી. હું નથી ઈચ્છતો કે તેઓ આવું અપમાન સહન કરે’
નોંધનીય છે કે, પલક તિવારીએ સલમાન ખાનની ન્યૂ રિલીઝ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. સલમાન ખાનની આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, ફરહાદ સામજી દિગ્દર્શિત ફિલ્મે રવિવારે લગભગ ₹ 4.50 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ કલેક્શન ₹100.30 કરોડ થયું હતું.