Salim Khan : એન્ગ્રી યંગ મેન પ્રાઈમ વિડીયો પર સ્ટીમ, સલમાન ખાનના પિતા સલીમ ખાનના જીવનના સિરીઝમાં ઘણા ખુલાસા

Salim Khan : સલીમ ખાનને દર્શાવતી ડોક્યુમેન્ટ સિરીઝ એન્ગ્રી યંગ મેન (Angry Young Men) આજે મંગળવારે 20 ઓગસ્ટ 2024 ના રોજ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમિંગ થઇ ગયું છે.

Written by shivani chauhan
Updated : August 20, 2024 13:02 IST
Salim Khan : એન્ગ્રી યંગ મેન પ્રાઈમ વિડીયો પર સ્ટીમ, સલમાન ખાનના પિતા સલીમ ખાનના જીવનના સિરીઝમાં ઘણા ખુલાસા
Salim Khan Angry Young Men Series : એન્ગ્રી યંગ મેન આજે પ્રાઈમ વિડીયો પર સ્ટીમ થઇ, સલમાન ખાનના પિતા સલીમ ખાનને સિરીઝમાં જીવનના ઘણા ખુલાસા કર્યા

Salim Khan : એંગ્રી યંગ મેન (Angry Young Men) પ્રાઇમ વિડિયોની ડોક્યુમેન્ટ્રી સિરીઝ જે સલીમ ખાન (Salim Khan) અને જાવેદ અખ્તરના જીવન પર પ્રકાશ પાડે છે. તેનું પ્રીમિયર શરૂ થઇ ગયું છે. શોમાં એક હાર્ટ ટચિંગ ખુલાસો કરવામાં આવ્યો હતો, સલમાન ખાનના પિતાએ તે સમયેની વાત કરી હતી કે જ્યારે તેઓ પ્રથમ વખત મુંબઈ આવ્યા હતા અને મરીન ડ્રાઈવના મરિના ગેસ્ટ હાઉસમા ભાડાના રૂમમાં રહેતા હતા.

સલમાન ખાનના પિતા સલીમ ખાને ડોક્યુમેન્ટરી સિરીઝમાં ખુલાસો કર્યો અને કહે છે કે “હું અડધા રૂમ માટે દર મહિને ₹ 55 ભાડું આપતો હતો. તેઓ શરૂઆતમાં આખો રૂમ ₹ 110માં ભાડે લેવા માંગતા હતા પરંતુ તે ઇચ્છા ક્યારેય પૂર્ણ થઈ ન હતી. તેમનું જીવન તેના વતન ઈન્દોરમાં ખૂબ જ આરામદાયક હતું પરંતુ તે કહે છે કે ‘તેમની આકાંક્ષાઓ માટે બહાર જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો’.

આ પણ વાંચો: Saif Ali Khan : શું રેસ 4 માં સૈફ અલી ખાનનું પુનરાગમન થશે?

સલીમ ખાન લવ સ્ટોરી (Salim Khan Love Story)

ખાને આગળ કહ્યું, “જ્યારે હું મુંબઈ જતો હતો, ત્યારે મારા મોટા ભાઈએ મને કહ્યું કે આવી કોઈ જરૂર નથી, તમે પાછા આવી શકો છો. હું ઘરેથી પૈસા માંગવા માંગતો ન હતો, તેથી મેં સંઘર્ષ કર્યો.’ આ તે જ સમય હતો જ્યારે પીઢ પટકથા લેખક તેમના જીવનના પ્રેમ સલમા ખાન (Salma Khan) ને મળ્યા જે ફક્ત 17 વર્ષના હતા.

24 વર્ષીય સલીમ ખાને યાદ કર્યું કે સલમા માહિમના રેગી હાઉસ બિલ્ડિંગમાં રહેતી હતી અને ” અને ત્યારથી અમારી સ્ટોરીની શરૂઆત થઇ હતી, અમે સાંજના સમયે નજીકની ગલીઓમાં મળતા હતા.’ જો કે, સલમા ખાનના પરિવારે ટૂંક સમયમાં તેના પર સલીમ સાથે લગ્ન કરવા અથવા કોઈ વ્યકિત જેની સાથે તે અરેન્જ મેરેજ કરે તેવું દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

એન્ગ્રી યંગ મેન ટ્રેલર (Angry Young Men Trailer)

આ પણ વાંચો: RakshaBandhan 2024 : સારા અલી ખાનએ ભાઈ ઈબ્રાહીમ અલી ખાન અને જેહ અલી ખાનને બાંધી રાખડી, તૈમૂર અને ઈનાયાને યાદ કર્યા

સદભાગ્યે, સલીમ અને સલમાએ તેમની સ્ટોરીને આગળ વધારવાનું નક્કી કર્યું અને તેઓએ 1964 માં લગ્ન કર્યા હતા. લગ્નની શરૂઆતમાં પરિવાર પર ઘણી આર્થિક મુશ્કેલીઓ આવી હતી. થોડી સી પૈસો યા નોકરી કી પરેશાની તો હોતી હી હૈ- કી ક્યા હોગા કૈસે હોગા? (પૈસા અથવા નોકરીની સલામતી વિશે હંમેશા ચિંતાઓ રહેતી હતી, કે કેવી રીતે બધું કાર્ય કરશે) સલીમ ખાને પૈસાની જરૂર હોવાથી તેણે સિગારેટ અને કપડાંની એડમાં પણ કામ કર્યું હતું.

ટૂંક સમયમાં જ સલીમને સમજાયું કે તેનું ક્રેએટિવ માઈન્ડ બેક કેમેરા કામ કરવાની ક્ષમતા છે. ખાને શેર કર્યું કે તે કેવી રીતે દિલીપ કુમાર અથવા અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓને પાત્ર સમજાવી શકે છે, પરંતુ તે પોતે અભિનય કરી શક્યો નહીં અને તે જ સમયે તેણે અભિનય છોડીને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું. અહીં જણાવી દઈએ કે એન્ગ્રી યંગ મેન (Angry Young Men) આજે મંગળવારે 20 ઓગસ્ટ 2024 માં પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમિંગ થઇ ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ