હિન્દી સિનેમાના મેગા સુપરસ્ટાર સલમાન ખાન (Salman khan) ની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (Kisi ka bhai kisi jaan) ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના ટીઝરે (kisi ka bhai kisi ki jaan teaser) પહેલાથી જ ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. ત્યારે હવે વેલેન્ટાઈન વીક (Valentine week 2023) ના અવસર પર સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું લેટેસ્ટ સોન્ગ ‘નય્યો લગદા’ગીત (Naiyo Lagda song) 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં બી-ટાઉન એક્ટ્રેસ પૂજા હેગડે (Pooja Hegde) સલમાન ખાન સાથે રોમાન્સ કરતી નજર આવી રહી છે.
વેલેન્ટાઈન વીકમાં ભાઈજાનનુ આ લેટેસ્ટ રોમેન્ટીક ગીત પ્રશંસકોના દિલના ધબકારા વધારી દે તેવું છે. આ ગીતને લોકપ્રિય સિંગર કમાલ ખાન અને પલક મુચ્છલે સુરીલા અવાજમાં ગાયુ છે. જ્યારે દિગ્ગજ મ્યુઝીક કમ્પોજર હિમેશ રેશમિયાએ આ ગીતને કમ્પોઝ કર્યુ છે.
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના ‘નિય્યો લગદા’ ગીતનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓ દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણ ગીત લોન્ચ કરવામાં આવશે. હિમેશ રેશમિયા દ્વારા રચિત અને રોમેન્ટિક ગીત ‘વેલેન્ટાઈન ડે’ પહેલા રિલીઝ કરવામાં આવશે.
મહત્વનું છે કે, ભાઇજાનને ઘણી ફિલ્મોમાં એક્શન કરતાં જોયા છે. પરંતુ આ ફિલ્મના ટીઝરમાં તે પાવરફુલ એક્શન મોડમાં જોવા મળ્યા તેમજ પૂજા હેગડે સાથે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા. ટીઝરમાં સલમાનની જોરદાર એક્શન અને દમદાર પર્ફોર્મન્સ જોયા પછી, તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. પુજા હેગડે અને સલમાન ખાન સહિત ફિલ્મમાં શહેનાઝ ગિલ રાઘવ જુયલ, પલક તિવારી અને જસ્સી ગિલ પણ જોવા મળી રહ્યા છે.