Sam Bahadur Box Office Collection Day 8 : રણબીર કપૂરની એનિમલ' સામે વિકી કૌશલની સેમ બહાદુરે બાજી મારી, આઠમાં દિવસે કરી આટલી કમાણી

Sam Bahadur Box Office Collection Day 8 : વિકી કૌશલની સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. સેમ બહાદુરને રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડી હતી. સેમ બહાદુરે એનિમલના તોફાન આગળ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી 8માં દિવસે બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Sam Bahadur Box Office Collection Day 8 : વિકી કૌશલની સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. સેમ બહાદુરને રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડી હતી. સેમ બહાદુરે એનિમલના તોફાન આગળ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી 8માં દિવસે બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Sam Bahadur | Sam Bahadur Box Office Collection Day 8 | Sam Bahadur Box Office Collection | Vicky Kaushal

રણબીર કપૂરની એનિમલ' સામે વિકી કૌશલની સેમ બહાદુરે બાજી મારી, આઠમાં દિવસે કરી આટલી કમાણી

Sam Bahadur Box Office Collection Day 8 : વિકી કૌશલની સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. સેમ બહાદુરને રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડી હતી. જો કે હવે એનિમલની રફતાર ધીમી પડી છે અને સેમ બહાદુર સિનેમાઘરોમાં બાજી મારી રહી છે. સેમ બહાદુરે એનિમલના તોફાન આગળ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી 8માં દિવસે બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

'સેમ બહાદુર' દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલે સેમ માણેકશાનો લીડ રોલ પ્લે કર્યો હતો અને તેમણે એટલી શાનદાર એક્ટિંગ કરી છે દરેક લોકો તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.

'સેમ બહાદુર' એ 6.25 કરોડથી ઓપનિંગ કર્યું હતું. આ પછી 'સેમ બહાદુર' ફિલ્મે બીજા દિવસે 9 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 10.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 'સેમ બહાદુર'ની ચોથા દિવસની કમાણી 3.5 કરોડ રૂપિયા હતી. પાંચમા દિવસે ફિલ્મે તેની ગતિ જાળવી રાખી અને 3.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તો છઠ્ઠા દિવસે 'સેમ બહાદુર'એ 3.25 કરોડની કમાણી કરી હતી. વિકી કૌશલની ફિલ્મની સાતમા દિવસની કમાણી 3 કરોડ રૂપિયા હતી. આ સાથે જ 'સેમ બહાદુર'નું એક અઠવાડિયાનું કલેક્શન 38.8 કરોડ રૂપિયા રહ્યું હતું. હવે ફિલ્મના રિલીઝના આઠમા દિવસની કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે.

આ પણ વાંચો : Animal Box Office Collection Day 8 : રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ની કમાણીમાં આઠમાં દિવસે મોટો ધટાડો, ફિલ્મનો વિવાદ સંસદ પહોંચ્યો

Advertisment

સેકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ મુજબ 'સેમ બહાદુર'એ રિલીઝના આઠમાં દિવસે 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ 'સેમ બહાદુર'નું આઠ દિવસોનું કુલ કલેક્શન હવે42.05 કરોડ રૂપિયા થઈ ગયુ છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ