/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Samantha-Ruth-Prabhu.jpg)
Samantha Ruth Prabhu | સામંથા રૂથ પ્રભુની નાગા ચૈતન્ય સાથે છૂટાછેટા બાદ નવી શરૂઆત, જુઓ પોસ્ટ
Samantha Ruth Prabhu | સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) તેની ઘણી આગામી દક્ષિણ ફિલ્મોને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સામંથાની લવ લાઈફની છે. નાગા ચૈતન્ય (Naga Chaitanya) થી છૂટાછેડા લીધા પછી સામન્થા કોને ડેટ કરી રહી છે તે જાણવા માટે તેના ચાહકો ઉત્સુક છે. આખરે સામન્થા રૂથ પ્રભુએ તેની નવી શરૂઆત વિશે વાત કરી,
સામંથા રૂથ પ્રભુ પોસ્ટ (Samantha Ruth Prabhu Post)
સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા તેના 5 વર્ષ થઈ ગયા છે. નાગા ચૈતન્યથી અલગ થયા બાદ એવી અટકળો છે કે સામંથા ડાયરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરે છે. તાજેતરમાં સામંથાએ તેની ફિલ્મ 'શુભમ' વિશે કેટલીક BTS તસવીરો શેર કરી, જેમાં સામંથા અને રાજની કેટલીક સુંદર તસવીરો પણ જોવા મળી હતી.
સામંથા રૂથ પ્રભુ ડેટિંગ (Samantha Ruth Prabhu Dating)
સામંથા રૂથ પ્રભુની છેલ્લા કેટલાક સમયથી ડાયરેક્ટર રાજ નિદિમોરુ વચ્ચેના અફેરની અફવાઓ ખૂબ જ ફેલાઈ રહી છે. આ દરમિયાન સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાજ સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે રાજ નિદિમોરુ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતી જોવા મળી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'નવી શરૂઆત'. સામંથા રૂથ પ્રભુની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી, ફેન્સ તેને તેના રિલેશન વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે.
સામંથા રૂથ પ્રભુ રાજ નિદિમોરુ (Samantha Ruth Prabhu Raj Nidimoru)
રાજ નિદિમોરુ દક્ષિણના ડાયરેક્ટર છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેને એક પુત્રી છે. અત્યાર સુધી સમન્થા અને રાજ બે સિરીઝમાં સાથે કામ કરી ચૂક્યા છે. રાજે 'ધ ફેમિલી મેન' અને 'સિટાડેલ: હની બની' જેવી વેબ સિરીઝમાં સામંથાનું દિગ્દર્શન કર્યું છે. હવે સમન્થા ટૂંક સમયમાં રાજની ફિલ્મ 'શુભમ'માં જોવા મળશે. એટલું જ નહીં તાજેતરમાં જ બંને પિકબોલ ટીમ ચેન્નાઈ સુપર ચેમ્પ્સમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી જ તેમના અફેરની અફવાઓ શરૂ થઈ ગઈ. સામંથાની નવી ફિલ્મ 'શુભમ' 9 મેના રોજ રિલીઝ થશે.
સામન્થા રૂથ પ્રભુનો પહેલો પ્રેમ (Samantha Ruth Prabhu’s first love)
સમન્થા રૂથ પ્રભુએ એક ઇન્ટરવ્યુમાં પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરી હતી, તેમણે કહ્યું, ‘મારે ‘રક્ત યુનિવર્સ’ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું છે અને આગામી મહિનામાં રિલીઝ થનારી અન્ય ફિલ્મોનું કામ પણ પૂર્ણ કરવાનું છે.’ એક કે બે મહિનામાં ઘણું કામ પૂર્ણ કરવાનું બાકી છે. તેમણે આગળ કહ્યું, ‘મને લાગે છે કે ફિલ્મોથી મારું અંતર હવે પૂરું થઈ ગયું છે.’ આ મારો પહેલો પ્રેમ છે.
સામંથા રૂથ પ્રભુ નાગા ચૈતન્ય રિલેશનશિપ (Samantha Ruth Prabhu Naga Chaitanya Relationship)
સામંથા રૂથ પ્રભુના લગ્ન વર્ષ 2017 માં નાગા ચૈતન્ય સાથે થયા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ પછી આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. બંનેના વર્ષ 2021 માં છૂટાછેડા થયા. છૂટાછેડા પછી, સામન્થાને આગળ વધવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ચૈતન્યએ અભિનેત્રી શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા છે. નાગાથી અલગ થયા પછી હવે સામંથાનું નામ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે જોડાઈ રહ્યું છે.
સમન્થા રૂથ પ્રભુ વરકફ્રન્ટ (Samantha Ruth Prabhu Workfront)
સમન્થા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ના વ્યાવસાયિક ક્ષેત્રની વાત કરીએ તો તે 'શુભમ'માં જોવા મળશે. તે 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ અભિનેત્રી વરુણ ધવન સાથે સિટાડેલમાં જોવા મળી હતી. જ્યારે દક્ષિણમાં, તે વિજય દેવરકોંડાની સામે 'ખુશી'માં જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us