Samantha ruth prabhu latest news : તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાઉથની સાથે સાથે બોલીવુડના ફિલ્મોમાં પણ ઘણી વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન ફિલ્મોમાંથી બ્રેક લેવાના સામંથાના નિર્ણયે લોકોને ચોંકાવી દીધા છે. તે ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘ખુશી’માં જોવા મળશે. આમાં અભિનેત્રી વિજય દેવરાકોંડા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. જો કે સામંથાની વર્ષ 2023ની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે. તેમણે ફિલ્મોમાં બ્રેક લીધો છે અને આધ્યાત્મના માર્ગે ચાલી રહી છે.

સામંથા રૂટ પ્રભુને 12 કરોડનું નુકસાન
હકીકતમાં, સામંથાએ ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે તે માયોસાઇટિસ (Myositis) જેવી ગંભીર બીમારીથી પીડિત છે. જેના કારણે અભિનેત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે ચાલવામાં અસમર્થ હતી આવી સ્થિતિમાં તેણે હવે ફિલ્મોમાંથી બ્રેક લઈને પોતાની હેલ્થ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સામંથાને આ બ્રેક લેવો ખૂબ મોંઘો પડ્યો છે. Siasatના રિપોર્ટ મુજબ, ફિલ્મોમાં બ્રેક લેવાના કારણે સામંથાને 10-12 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ફેન્સ સાથે કનેક્ટ રહેશે સામંથા
સામંથા ભલે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહી હોય પરંતુ તે તેના ચાહકો સાથે જોડાયેલી રહેશે. ઈન્સ્ટાગ્રામ પર તેના 28 મિલિયન ફોલોઅર્સ છે. આવી સ્થિતિમાં, તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે તમામ માહિતી અપડેટ કરતી રહેશે. ફિલ્મો સિવાય અભિનેત્રી પ્રમોશનલ પોસ્ટ્સ અને બ્રાન્ડ પાર્ટનરશિપથી પણ સારી એવી કમાણી કરે છે.
સામંથા રૂટ પ્રભુની અપકમિંગ ફિલ્મો
જો સામંથા રૂટ પ્રભુની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીયે તો આગામી સમયમાં તે વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ ‘ખુશી’માં જોવા મળશે. આ મૂવીમાં બનેના ઘણા રોમેન્ટિક સીન્સ શૂટ કરવામાં આવ્યા છે, જે ફિલ્મની રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ઉપરાંત અભિનેત્રી બોલિવૂડની વેબ સીરિઝ ‘સિટાડેલ’ (Citadel)માં પણ દેખાશે, જેમાં તે વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.





