સામંથા રૂથ પ્રભુની બીમારીની એક યૂઝરે ઉડાવી મજાક, અભિનેત્રી ટ્વીટ કરી કહ્યું...'હું પ્રાર્થના કરું છું'...

Samantha Ruth Prabhu: 9 જાન્યુઆરીના રોજ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ તેની મેડિકલ કંડિશન સ્ટેબલ સ્થિર ન હોવાનો ખુલાસો કર્યા બાદ પહેલીવાર જાહેરમાં આવી હતી. સામંથા એક મીડિયા ઇવેન્ટમાં સામેલ થઇ હતી. આ કાર્યક્ર્મ અંતર્ગત સામંથાએ તેના અંગત જીવન વિશે ખાસ વાતચીત કરી હતી.

Samantha Ruth Prabhu: 9 જાન્યુઆરીના રોજ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ તેની મેડિકલ કંડિશન સ્ટેબલ સ્થિર ન હોવાનો ખુલાસો કર્યા બાદ પહેલીવાર જાહેરમાં આવી હતી. સામંથા એક મીડિયા ઇવેન્ટમાં સામેલ થઇ હતી. આ કાર્યક્ર્મ અંતર્ગત સામંથાએ તેના અંગત જીવન વિશે ખાસ વાતચીત કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

samantha ruth prabhu latest news: સામંથા રૂથ પ્રભુએ પોતાના મનની વાત શેર કરી

Samantha Ruth Prabhu News: સામંથા રૂથ પ્રભુએ તાજેતરમાં તેની બીમારી સંબંધિત ટીકા કરનાર પર દુ:ખ વ્યકત કર્યું છે. હકીકતમાં ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ શેયર કરવામાં આવી હતી કે, માયોસિટિસ બીમારીને કારણે એક્ટ્રેસે તેનો ચાર્મ અને ગ્લો ગુમાવી દીધો છે. જે અંગે સામંથાએ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Advertisment

સાંમથાએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે કે, "હું ઇચ્છતી નથી કે કોઇ અન્ય વ્યક્તિ આ બીમારીનો ભોગ બને". ઉલ્લેખનીય છે કે, નાગા ચૈત્ય સાથે તેના સંબંધના અંત બાદ એક્ટ્રેસે પોતાની જાતને ખુબ સારી રીતે સંભાળી લીઘી હતી અને તેનું કરિયર પણ સફળતાના શિખર પર હતું. પરંતુ તેવામાં તેને માયોસિટિસ બીમારીએ જકડી લીધી. જેને પગલે સામંથા કમજોર પડી ગઇ. જોકે, સામંથાએ હિંમત હાર્યા વિના તે આ બીમારી સામે ડટકર ઝઝૂમી રહી છે. સામંથાએ આવી હાલતમાં પણ કામ મૂક્યું નથી.

આપને જણાવી દઇએ કે સામંથાની અપકમિંગ ફિલ્મ 'શાકુંતલમ'નું ટ્રેલર ગઇકાલે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સામંથાની ફિલ્મ શકુંતલા અને રાજા દુષ્યંતની પ્રેમ કાહાની પર આધારિત છે. જે અત્યંત રોચક કહાની છે. સામંથા રૂથ પ્રભુ અને દેવ મોહન અભિનિત આ ફિલ્મ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. 2D સિવાય આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. તેની મૂળ ભાષા તેલુગુ ઉપરાંત આ પેન ઇન્ડિયા ફિલ્મ મલયાલમ, કન્નડ, તમિલ અને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.

Advertisment

મહત્વનું છે કે, સામંથા નાગા ચૈતન્ય સાથેના તેના ડિવોર્સ અને તેની બીમારીને કારણે ખુબ ચર્ચામાં રહી છે. વર્ષ 2022માં સામંથાએ તે ઓટોઇમ્યૂન માયોસિટિસ બીમારીની સારવાર લઇ રહી છે તે અંગે ખુલાસો કર્યો હતો. ખાસ વાત એ છે કે, સામંથાએ આ બીમારી વચ્ચે પણ ફિલ્મ 'યશોદા' કરી હતી.

9 જાન્યુઆરીના રોજ સામંથાએ તેની મેડિકલ કંડિશન સ્ટેબલ સ્થિર ન હોવાનો ખુલાસો કર્યા બાદ પહેલીવાર જાહેરમાં આવી હતી. સામંથા એક મીડિયા ઇવેન્ટમાં સામેલ થઇ હતી. આ કાર્યક્ર્મ અંતર્ગત સામંથાએ તેના અંગત જીવન વિશે ખાસ વાતચીત કરી હતી. સામંથાએ કહ્યું કે, "હું જીવનમાં ગમે તેટલો સંઘર્ષ કરી લઉં, એક વસ્તુ કદી નહી બદલે. હું સિનેમાને કેટલો પ્રેમ કરું છું, સિનેમા પણ મને પ્રેમ રિટર્ન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે, 'શાકુંતલમ' સાથે આ પ્રેમમાં બમણો વધારો થશે.

celebrities મનોરંજન ન્યૂઝ