Samantha Ruth Prabhu : સામન્થા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ અગાઉ જાહેર કર્યું હતું કે તેને માયોસિટિસ જે એક ઓટોઈમ્યુન રોગ હોવાનું નિદાન થયું છે. આ નિદાન મળ્યા પછી સમન્થાએ તેના કામમાંથી બ્રેક લીધો હતો. તાજેતરના હેલ્થ પોડકાસ્ટમાં, અભિનેત્રીએ કન્ડિશન વિષેના અનુભવની ચર્ચા કરી હતી.

સમન્થા રુથ પ્રભુએ તેના હેલ્થ પોડકાસ્ટમાં આવું કહ્યું
અભિનેત્રીએ તેના પોડકાસ્ટ ટેક 20 પર કહ્યું, “મને ખાસ યાદ છે કે મને આ સમસ્યા થઇ તે પહેલાનું વર્ષ, તે મારા માટે અત્યંત મુશ્કેલ વર્ષ હતું. મને તે દિવસ ખાસ યાદ છે જ્યારે મારો મિત્ર/પાર્ટનર/મેનેજર હિમાંક અને હું મુંબઈથી પરત ફરી રહ્યા હતા, મને યાદ છે કે તેણે મને કહ્યું હતું કે આખરે હું શાંતિ અનુભવું છું. હું ખૂબ જ લાંબા સમયથી થોડી હળવાશ અને થોડી શાંતિ અનુભવી નથી. અને આખરે મને લાગે છે કે હું શ્વાસ લઈ શકું છું અને હું સૂઈ શકું છું, અને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું.”
આ પણ વાંચો: Rakul Preet Singh Wedding : રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીના લગ્નના ફંકશન ગોવામાં શરૂ, તસવીરો વાયરલ
સામન્થાએ ઉમેર્યું કે, “હું આ પોડકાસ્ટ કરવા માંગતી હતી તેનું કારણ અનુભવ પછી, હું જે કષ્ટદાયક અનુભવમાંથી પસાર થઇ છું, ઓટોઇમ્યુન કન્ડિશન આજીવન રહે છે, તેથી હું અત્યારે જેની સાથે ડીલ કરું છું.”
આ પણ વાંચો: Rakul Jackky Wedding: રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની લગ્ન સમારોહમાં મહેમાનો માટે છે ખાસ વ્યવસ્થા
ઑક્ટોબર 2022 માં, સમન્થા રૂથ પ્રભુએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેર કર્યું કે તેને માયોસાઇટિસ હોવાનું નિદાન થયું છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, “થોડા મહિના પહેલા મને માયોસિટિસ નામની ઓટો-ઇમ્યુન સ્થિતિ હોવાનું નિદાન થયું હતું. પરંતુ તે મારી આશા કરતાં થોડો વધુ સમય લઈ રહ્યો છે. હું ધીમે ધીમે સમજી રહી છું કે આપણે હંમેશા મજબૂત રહેવાની જરૂર નથી.”





