Samantha Ruth Prabhu Wedding Ring Price : સામંથા રૂથ પ્રભુ બીજા લગ્ન બાદ ચર્ચામાં છે. 38 વર્ષીય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એ 50 વર્ષના ફિલ્મ ડિરેક્ટર રાજ નિદિમોરું સાથે 1 ડિસેમ્બરે લગ્ન કર્યા છે. રાજ નિદિમોરુના પણ આ બીજા લગ્ન છે. સામંથા અને રાજના લગ્નના ફોટા બહુ વાયરલ છે. આ બધા વચ્ચે લગ્નના દિવસે સામંથા એ પહેરેલી ડાયમંડ વીંટી એ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેની ચારે બાજુ ચર્યા થઇ છે. આ ક્લાસિક લુક ધરાવતી ડાયમંડ વીંટીની કિંમત જાણ્યા બાદ લોકોને આશ્ચર્ય થયું.
સામંથા રૂથ પ્રભુની ડાયમંડ વીંટી છે બહુ ખાસ
સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયા છે. આ ફોટામાં સામંથા એ પહેરેલી વીંટી એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ડાયમંટ વીંટી એક Lozenge Portrait Cut Diamond Ring છે. હીરાના આકારની આ વીંટીમાં દ્વિ સ્તરીય ડાયમંડને એક ખાસ આકારમાં કટ કરવામાં આવ્યો છે, જેનાથી તે કાચ જેવું દેખાય. મીડિયા રિપોર્ટ મુજબ, આ ખાસ ડાયમંડ વીંટીને થિયોડોરોસ જ્વેલર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વીંટીમાં જડેલા હીરાને પોટ્રેટ કટ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
સામંથા રૂથ પ્રભુની વીંટીની કિંમત
પ્રથમ નજર સામંથાની આ ડાયમંટ વીંટી સામાન્ય દેખાશે, પણ હકીકતમાં તે બહુ કિંમતી છે. આ ડાયમંડ રિંગની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. હકીકતમાં આ ડાયમંટ રિંગમાં એક ફુલ સ્ટેટમેન્ટ પીસ, બોલ્ડ, મોર્ડન, ઇમોશનલ અન એવું કઇ પણ નથી જે અત્યાર સુધી કોઇ સેલિબ્રિટીએ આ અગાઉ ક્યારે પહેર્યું હોય. તે માત્ર એક ડિઝાઇન નથી, પરંતુ આ ડાયમંટ વીંટી એ સમાંથા અને રાજ નિદિમોરુના સંબંધો પર વિશે જણાવે છે કે, તે બંને એ ફેબ્રુઆરી 2025માં જ સગાઇ કરી લીધી હતી.
સામંથા રૂથ પ્રભુ બ્રાઇડલ લુક
માત્ર ડાયમંડ રિંગ જ સામંથા રૂથ પ્રભુનો મેરજ લુક પણ ચાહકોને બહુ પસંદ આવ્યો છ. લગ્નના ફોટોમાં પહેરેલું સામંથાનું મિનિમલ મંગળસૂત્ર પણ તેના બ્રાઇલુક લુકમાં ચાર ચાંદ લગાવે છે. અભિનેત્રી એક સામાન્ય મંગળસૂત્ર પહેર્યું હતું જેની વચ્ચે એક ગોળ, સિગ્નેચર પેન્ડેંટ હતું. આ ખાસ દિવસ માટે રાજ નિદિમોરુ એ તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરાયેલું એક બેઝ કલરની નહેરુ જેકેટ સાથે સફેદ કર્તા પજામો પહોર્યો હતો. તો સામંથા રૂથ પ્રભુ એ લાલ અને સોનેરી રંગની સાડી પહેરી હતી, જે અર્પિતા મહેતા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.





