/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Sana-Mukbal-Bigg-Boss-OTT-3-Winner.jpg)
Sana Maqbool In Bigg Boss OTT 3: સના મકબૂલ બિગ બોસ ઓટીટી 3 ની વિજેતા છે. (@JioCinema)
Sana Maqbool Bigg Boss OTT Winner: સના મકબૂલ બિગ બોસ ઓટીટી 3 વિજેતા બની છે. બિગ બોસ ઓટીટી 3 ફિનાલેમાં ટોપ 2 સ્પર્ધક નેઝીને હટાવી સના મકબૂલ બિગ બોસની ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ રહી છે. તમને જણાવી દઇયે કે સના મકબૂલ આ રિયાલિટી શોની શરૂઆતથી કહેતી હતી કે, તે આ શોમાં જીતવા માટે આવી છે.
બિગ બોસ ઓટીટી 3 વિનર સના મકબૂત ને શું ઈનામ મળશે
બિગ બોસ ઓટીટી 3 ફિનાલેમાં નેઝીને હરાવી સના મકબૂત વિજેતા બની છે. આ રિયાલિટી શોમાં વિજેતા બનતા સના મકબૂલને બિગ બોસ ટોફી અને 25 લાખ રૂપિયા ઈનામ મળશે.
🥁Drumrolls🥁
Our diva, Sana Makbul grabs the shining trophy for Bigg Boss OTT 3.
Congratulations @SANAKHAN_93 🎉 🥳🏆#BiggBossOTT3#BBOTT3onJioCinema#BBOTT3#BiggBoss#JioCinemaPremiumpic.twitter.com/OuigmIfC5B— JioCinema (@JioCinema) August 2, 2024
બિગ બોસ ઓટીટી 3 ગ્રાન્ડ ફિનાલે દરમિયાન સના મકબૂલ અને નેઝીએ પોતાની ગાઢ દોસ્તી પણ રજૂ કરી હતી. બંને સ્પર્ધકે ફિનાલેમાં પર્ફોર્મન્સ પણ કર્યુ હતુ. ઘરના સભ્યોએ નેઝીને સના મકબૂલ પર વિશ્વાસ ન કરવાની ચેતવણી આપી હતી, તેમ છતાં સમય સાથે તેનો સંબંધ મજબૂત થતો ગયો. સના એ સતત નેઝીને સપોર્ટ કર્યો અને તેની સાથે ઉભી રહી અને તેને પોતાની વાત કહેવામાં મદદ કરી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/sana-makbul-In-Bigg-Boss-OTT-3-Show.jpg)
સાઈ કેતન રાવ બિગ બોસના બહારમાંથી આઉટ થયા બાદ લવકેશ કટારિયા એ સ્વીકાર્યુ કે સના મકબૂલના ઘણા વિચારો સાથે અસહમત હોવા છતાં તે તેની પર્સનાલિટીથી પ્રભાવિત હતા. આ ગુણની પ્રશંસા કરતા કહ્યું કે, આ બાબત તેને જીતની હકદાર બનાવે છે.
સના મકબૂલ કરિયર
તમને જણાવી દઇયે કે સના મકબૂતે કરિયરની શરૂઆતમાં મોડલિંગ કરી હતી અને ફેમસ એક્ટ્રેસ છે. સના મકબૂત જો કિતની મોહબ્બત છે, ઇસ પ્યાર કો ક્યા નામ દૂં, વિશ જેવી સિરિયલમાં દેખાઇ ચૂકી છે.
સના મકબૂલ પાસે કેટલી સંપત્તિ છે?
સના મકબૂલ ફેમિના મિસ ઈન્ડિયામાં પણ ભાગ લઇ ચૂકી છે, જ્યાં તે મિસ બ્યૂટીફુલ સ્માઇલ નો ટાઇટલ જીતી ચૂકી છે. તેની નેટવર્થની વાત કરીયે તો રિપોર્ટમાં જણાવ્યું છે કે, સના પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Sana-Makbul-with-srikanth-bureddy.jpg)
સના મકબૂલ લવ લાઇફ અને બોયફ્રેન્ડ
સના મકબૂલની પર્સનલ લાઇફની વાત રીયે તો મીડિયા રિપોર્ટ મુજબ તે બિઝનેસ મેન શ્રીકાંત બુરેડી ને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી રિલેશનશીપમાં છે. બિગ બોસ ઓટીટી 3માં આવવાની પહેલા રૂમર્ડ બોયફ્રેન્ડ શ્રીકાંત બુરેડી એ સનાના બર્થડે પર એક ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, જેમાં ઈન્સ્ટ્રીઝના ઘણા સેલિબ્રિટી આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us