સનમ તેરી કસમ રી રિલીઝ, ચોથા દિવસે પણ રંગ જમાવ્યો, લવયાપાને પાછળ છોડી? જાણો બોક્સ ઓફિસ કલેકશન

Sanam Teri Kasam | સનમ તેરી કસમ સ્ટાર હર્ષવર્ધન રાણે હસીના દિલરુબા, દ મિરાન્ડા બ્રધર્સ, સાવી, બબલગમ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, જયારે પાકિસ્તાની એકટ્રેસ માવરા હોકેન સનમ તેરી કસમ સિવાય વર્ષ 2018 ની ફિલ્મ જવાની ફિર નહિ આની 2 માં જોવા મળી હતી.

Written by shivani chauhan
February 11, 2025 08:30 IST
સનમ તેરી કસમ રી રિલીઝ, ચોથા દિવસે પણ રંગ જમાવ્યો, લવયાપાને પાછળ છોડી? જાણો બોક્સ ઓફિસ કલેકશન
સનમ તેરી કસમ રી રિલીઝ, ચોથા દિવસે પણ રંગ જમાવ્યો, લવયાપાને પાછળ છોડી? જાણો બોક્સ ઓફિસ કલેકશન

Sanam Teri Kasam | સનમ તેરી કસમ (Sanam Teri Kasam) ફિલ્મ વર્ષ 2016 માં રિલીઝ થઇ હતી જે ફરીથી વેલેન્ટાઇન વીક (Valentine Week) માં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પહેલી વાર રિલીઝ થઈ ત્યારે ફ્લોપ ગઈ હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં તે યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની છે. ફરી એકવાર સિનેમાઘરોમાં આવ્યા પછી, ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) અને માવરા હોકેન (Mawra Hocane) સ્ટારર આ ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે જુનૈદ ખાનની લવયાપા (Loveyapa) અને હિમેશ રેશમિયાની બડાસ રવિકુમાર (Badass Ravikumar) ને પાછળ છોડી દીધી હતી. અહીં જાણો સનમ તેરી કસમ બોક્સ ઓફિસ કલેકશન વિશે

સનમ તેરી કસમ બોક્સ ઓફિસ કલેકશન (Sanam Teri Kasam Box Office Collection)

રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા દિગ્દર્શિત ‘સનમ તેરી કસમ’ એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે ચાર દિવસમાં 18 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ તેના રી રિલીઝ દરમિયાન હિન્દી બોક્સ ઓફિસ પર બેસ્ટ પ્રદર્શન કરનારી ફિલ્મ હતી. પિંકવિલાના રિપોર્ટ મુજબ, ફિલ્મે ચોથા દિવસે 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો: વેલેન્ટાઈન ડે રહેશે મનોરંજક, મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ થશે રિલીઝ

સનમ તેરી કસમ બોક્સ ઓફિસ કલેક્શન પહેલા દિવસે 4 કરોડ રૂપિયા ની કમાણી કરી હતી, જયારે બીજા દિવસે 5.25 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 5.75 કરોડ અને ચોથા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન 3 કરોડ રૂપિયા રહ્યું હતું જે ટોટલ 4 દિવસ થઈને 18 કરોડની કમાણી કરનારી ફિલ્મ છે.

હર્ષવર્ધન રાણે હસીના દિલરુબા, દ મિરાન્ડા બ્રધર્સ, સાવી, બબલગમ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, જયારે પાકિસ્તાની એકટ્રેસ માવરા હોકેન સનમ તેરી કસમ સિવાય વર્ષ 2018 ની ફિલ્મ જવાની ફિર નહિ આની 2 માં જોવા મળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ