/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/heeramndi-message.jpg)
Heeramandi : હીરામંડીમાં લાહોર, મુસલમાન અને તવાયફની કહાની દ્વારા સંજય લીલા ભણશાલીનો પોલિટિકલ મેસેજ
Heeramandi Netflix Series : બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની વેબ સિરીઝ હીરામંડી (Heeramandi) OTTની દુનિયાને બદલી નાંખ્યું છે. હીરામંડીએ OTTને એક નવો અધ્યાય આપ્યો છે. અત્યાર સુધીમાં મોટા પડદા પર ભવ્ય બજેટનો નમૂનો અને શાનદાર અનુભવ જોવા મળતો હતો. જે હવે લોકોને તેના મોબાઇલ ફોનની સ્ક્રીન પર ઘરે બેઠા ઓટીટી OTT પર જોવા મળી રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/heeramandi-photo.jpg)
હીરામંડી સિરીઝ 1મેના રોજ નેટફ્લિેક્સ (Netflix) પર રિલીઝ થઇ છે. ત્યારથી આ સિરીઝના જોરશોરથી લોકો વખાણ કરી રહ્યા છે. હીરામંડી સિરીઝમાં કોઇને સ્ટાર કાસ્ટ પસંદ આવી રહી છે તો કોઇને સિરીઝીની કહાનીમાં દમ લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલી હીરામંડી સિરીઝ દ્વારા તગડી પોલિટીકલ મેસેજ આપ્યો છે.
હીરામંડીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ અને મુસ્લમાન કિરદાર આસપાસ ફરતી તેની કહાની સહિત સ્વતંત્રતાની જંગ આ ત્રણેય પરિબળો આગામી લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી મુદ્દા બની ગયા છે. કોઇએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે સંજય લીલા ભણસાલી હીરામંડીમાં તવાયફોની કહાની દ્વારા ભારત-પાકિસ્તાનની એકતાનો સંદેશ આપી દેશે.
ભારતની વર્તમાન રાજનીતિને હીરામંડીનો પડકાર
એક ઇન્ટરવ્યુમાં ભણશાલીએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન તો એક જ છે, તેને કોઇ વિવાદની ચિંતા નથી અને તેને પાડોશી દેશો તરફથી પણ પ્રેમ મળ્યો છે. જે દેશમાં માત્ર રાહુલ ગાંધી પર એટલે નિશાન સાધવામાં આવ્યું કે પાકિસ્તાની નેતાએ તેમના વખાણ કર્યા. જ્યારે અહીંયા તો ભણસાલીની સિરીઝે તે મુ્લ્કની પ્રશંસાના પૂલ બાંધી દીધા.
વધુમાં સંજય લીલા ભણશાલીએ કહ્યું કે, આઝાદી પહેલા કોઇ પાકિસ્તાન ન્હોતું, આખો દેશ એક હતો. પરંતુ સમયની સાથે તણાવ અને નફરતની દીવાર એટલી ઉંચી થઇ ગઇ છે કે તે વાસ્તવિકતાને આજે કોઇ સ્વીકારવા માગતુ નથી. ભારતની રાજનીતિ માટે પાકિસ્તાનનો એક જ અર્થ છે કે આંતવાદ, આતંકવાદ અને આતંકવાદ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us