Sanjay Mishra Giddh : સંજય મિશ્રાની શોર્ટ ફિલ્મ ‘ગિદ્ધ’ની ઑસ્કરમાં એન્ટ્રી ! એશિયા ઇન્ટરનેશનલ 2023માં પણ ધૂમ

Sanjay Mishra Giddh : સંજય મિશ્રાની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગિદ્ધ’ એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીત્યા પછી હવે ઓસ્કર માટે ક્વોલિફાઇ થઇ છે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે. જાણો શોર્ટ ફિલ્મ ગિદ્ધની રસપ્રદ કહાની.

Written by mansi bhuva
Updated : June 30, 2023 08:06 IST
Sanjay Mishra Giddh : સંજય મિશ્રાની શોર્ટ ફિલ્મ ‘ગિદ્ધ’ની ઑસ્કરમાં એન્ટ્રી ! એશિયા ઇન્ટરનેશનલ 2023માં પણ ધૂમ
સંજય મિશ્રાની શોર્ટ ફિલ્મ ‘ગિદ્ધ’ની ઑસ્કરમાં એન્ટ્રી

બોલિવૂડ એક્ટર સંજય મિશ્રાની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગિદ્ધ’ એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીત્યા પછી હવે ઓસ્કર માટે ક્વોલિફાઇ થઇ છે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે. આ ક્ષણ સંજય મિશ્રા તેમજ તેમના પ્રશંસકો માટે ખુબ જ મહત્વની હશે. સંજય મિશ્રા તેના અલગ અંદાજથી હંમેશા લોકોને ખડખડટ હસાવે છે. કારકિર્દીની શરૂઆતમાં ઘણા સંઘર્ષ પછી પણ સંજય મિશ્રાએ હિંમત ન હારી. ને આજે તેની ગણતરી બોલીવુડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે.

હાલ સંજય મિશ્રા પોતાની શોર્ટ ફિલ્મ ગિદ્ધના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ અને એશિયા 2023માં એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીતી લીધી છે. અહીં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો. હવે સંજય મિશ્રાની આ ફિલ્મ ઑફિશિયલી ઑસ્કરની શોર્ટ ફિલ્મ કેટેગરી માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

હવે શોર્ટ ફિલ્મ ગિદ્ધ અંગે વાત કરીએ તો તે આપણો સમાજ માટે અરીસા સમાન છે. કારણ કે તેમાં સમાજની વાસ્તવિકતા અંગે બતાવવામાં આવ્યું છે, જેની સામે લોકો જોવાનું પણ પસંદ નથી કરતા. આ ફિલ્મને ગ્લોબલ સ્ચરે પણ ઘણી પસંદ કરવામાં આવી છે. તેને યુએસઈ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પણ ફાનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, સંજય મિશ્રાની ગિદ્ધ ફિલ્મે એલએ શોર્ટ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 અને કાર્મથન બેય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પણ જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચો : Oscars Panel : ઓસ્કર પેનલ માટે ભારતના આ સિતારાઓને આમંત્રણ, કરણ જોહર, રામચરણ સહિતના સ્ટાર્સ સામેલ

સંજય મિશ્રાએ આ ખુશીના અવસર પર જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અમારી ફિલ્મને જે પ્રકારનો પ્રેમ મળે છે. તેનાથી હું ઘણો ખુશ છું. આ એક એવી જર્ની રહી છે, જેને ક્યારેય ભૂલી ન શકાય. જોરદાર ક્રૂની સાથે કામ કરવાની તક મળી, જેનો અનુભવ હંમેશા મારી સાથે રહેશે. અમે ખુશ થઈને મુશ્કેલીનો સામનો પણ કર્યો છે. આ સીનને દિલથી કર્યો અને જે જાદૂ થયો તે અમે પોતાની આંખોથી જોયો. આ ફિલ્મ પર અમે ઘણી મહેનત કરી છે. કલાકોને કલાકો કામ કર્યું. ત્યારે હવે આ ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે. તેનાથી લાગે છે કે, હવે બધુ વસૂલ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, ગિદ્ધને નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર મનીષ સૈનીએ ડિરેક્ટ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ