Sara Ali Khan : સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની જાણીતીઅભિનેત્રીઓમાંની એક છે. ખૂબ જ ઓછા સમયમાં અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં એક બેસ્ટ હિરોઇન તરીકે પોતાની ઓળખ બનાવી લીધી છે. નાની ઉંમરમાં સારા લાખો લોકોની ફેવરિટ બની ગઈ છે. આજે અભિનેત્રી તેનો 29મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ 12 ઓગસ્ટ 1995 ના રોજ મુંબઈમાં થયો હતો. તે પીઢ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહની પુત્રી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વર્ષ 2004માં અલગ થઈ ગયા હતા અને સારાની સંભાળ તેની માતા અભિનેત્રી અમૃતાએ લીધી હતી. અહીં આજે સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં સારાના જીવન અને કરિયર વિશે વધુમાં જાણીએ
સારા અલી ખાન કરિયર (Sara Ali Khan Career)
સારા અલી ખાને ફિલ્મોમાં આવતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેની ગણતરી બોલિવૂડની શિક્ષિત અભિનેત્રીઓમાં થાય છે. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની બેસન્ટ મોન્ટેસરી સ્કૂલમાંથી કર્યું હતું. ત્યારબાદ તે ઉચ્ચ શિક્ષણ માટે 2016 માં ન્યૂયોર્ક ગઈ હતી, ત્યાંથી તેણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
આ પણ વાંચો: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ફેમેલી સાથે સગાઈના ફોટા કર્યા શેર, જુઓ
સારા અલી ખાન મુવીઝ (Sara Ali Khan Movies)
સારા અલી ખાને વર્ષ 2018 માં કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. અભિનેત્રીને આ ફિલ્મ માટે ‘બેસ્ટ ફીમેલ ડેબ્યૂ’ માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’, પછી ‘લવ આજ કલ’, ‘અતરંગી રે’, ‘કુલી નંબર 1’, ‘ગેસલાઈટ’, ‘જરા હટકે જરા બચકે’, ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી. ‘રોકી’ અને ‘રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. હાલમાં જ તે તેની ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ અને ‘મેટ્રો ધીઝ ડેઝ’માં જોવા મળી શકે છે.
સારા અલી ખાન નેટવર્થ (Sara Ali Khan Networth)
જ્યાં સારા અલી ખાન પટૌડી પરિવારની છે તો બીજી તરફ, તે પોતે કરોડો રૂપિયાની માલિક છે. તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે. તે નાની ઉંમરે વૈભવી જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 41 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. સારા અલી ખાનની ફિલ્મોની ફીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, તે તેની એક ફિલ્મ માટે પાંચથી સાત કરોડ રૂપિયા લે છે. પોતાની મહેનત અને ક્ષમતાના આધારે સારાએ મુંબઈમાં એક ઘર પણ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના ઘરની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સારાને મોંઘી કારનો પણ શોખ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર પણ છે.





